તા. ૨૫ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૫ મંગળવાર
News of Sunday, 17th May 2026
વિશ્વની યોગ રાજધાની ઋષિકેશ ખાતે 'રંગરેજ: એનર્જી ટ્રાન્સ રીટ્રીટ'નું આયોજન
મા પ્રેમ માધવીના માર્ગદર્શન હેઠળ ૧૨ થી ૧૪ જૂન ૨૦૨૬ દરમિયાન યોજાશે શિબિર; "તમારી જાતને પ્રેમ કરો અને જૂની આદતો તોડો" નો અપાશે સંદેશ

ઋષિકેશ: વિશ્વની યોગ રાજધાની ગણાતા ઋષિકેશમાં આગામી ૧૨, ૧૩ અને ૧૪ જૂન ૨૦૨૬ના રોજ 'રંગરેજ એનર્જી ટ્રાન્સ રીટ્રીટ'નું આયોજન કરવામાં આવ્યું છે. કોચ અને જાણીતા હીલર "મા પ્રેમ માધવી" દ્વારા સંચાલિત આ શિબિરમાં સાધકોને પોતાની અંદરની ઊર્જા જાગૃત કરવા, નકામી આદતો છોડવા અને જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટે માર્ગદર્શન આપવામાં આવશે.
ઋષિકેશના શાંત અને આધ્યાત્મિક વાતાવરણમાં આગામી મહિને એક વિશેષ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. ૧૨, ૧૩ અને ૧૪ જૂન ૨૦૨૬ ના રોજ 'રંગરેજ: એનર્જી ટ્રાન્સ રીટ્રીટ' યોજાવા જઈ રહી છે. આ શિબિર મુખ્યત્વે લોકોને પોતાની જાતને પ્રેમ કરવાનો (લવ યોરસેલ્ફ) અને જીવનની જૂની આદતોને તોડવાનો (બ્રેક ધ પેટર્ન) સંદેશ આપે છે.
આ રીટ્રીટનું સંચાલન જાણીતા કોચ, માર્ગદર્શક, હીલર અને એનર્જી ટ્રાન્સફોર્મર 'મા પ્રેમ માધવી' દ્વારા કરવામાં આવશે. આ શિબિરનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે સાધકો એ બાબતોને છોડી દે જે હવે તેમના જીવનમાં ઉપયોગી નથી, તેઓ હીલ થાય, તેમનામાં પરિવર્તન આવે અને તેઓ જીવનમાં આગળ વધે.
શિબિરમાં ભાગ લેનાર લોકોને પોતાની મૂળ ઓળખ તરફ પાછા ફરવા, પોતાની અંદર રહેલી ઊર્જાને જાગૃત કરવા અને હેતુપૂર્ણ જીવન જીવવાની પ્રેરણા પૂરી પાડવામાં આવશે.
આગામી વર્ષે જૂન મહિનામાં યોજાનાર આ 'રંગરેજ: એનર્જી ટ્રાન્સ રીટ્રીટ' વિશે વધુ માહિતી મેળવવા, સંપર્ક કરવા માટે મોબાઇલ નંબર: ૮૩૧૯૨૩૮૮૭૨
(10:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
