<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 16th October 2026

યમનમાં રાષ્ટ્રપતિ ભવન પર મિસાઈલથી હુમલોઃ ૪ લોકોના મોત

રાષ્ટ્રપતિ ભવન પરિસર નજીક કમસે કમ પાંચ જોરદાર ધમાકાના અવાજ સંભળાયા : હુમલાના સમયે પ્રધાનમંત્રી અને કેટલાય મંત્રી પરિસરમાં હાજર હતા

લંડન,તા.૧૬: યમનમાં હૂતિઓએ સઉદી અરબના સમર્થનવાળી સરકારને ટાર્ગેટ બનાવતા રાજધાની અદનમાં રાષ્ટ્રપતિ ભવન પરિસર પર કેટલીય મિસાઈલો ફોડી છે. આ હુમલામાં કમસે કમ ચાર લોકોના મોત થઈ ગયા છે, જેમાંથી બે સુરક્ષાકર્મી પણ સામેલ છે. રોયટર્સના જણાવ્‍યા અનુસાર, યમન સૂચના મંત્રાલયે આ હુમલાની પુષ્ટિ કરી છે. હુમલાના સમયે પ્રધાનમંત્રી અને કેટલાય મંત્રી પરિસરમાં હાજર હતા. જો કે સરકારના ટોચના અધિકારીઓ બચી ગયા છે.

રિપોર્ટ અનુસાર, રાષ્ટ્રપતિ ભવન પરિસર નજીક કમસે કમ પાંચ જોરદાર ધમાકાના અવાજ સંભળાયા હતા. હુમલા બાદ પરિસર ઉપર ધુમાડાના ગોટેગોટા જોવા મળ્‍યા હતા. શરુઆતી જાણકારી અનુસાર, કમસે કમ પાંચ મિસાઈલો પરિસર સાથે ટકરાઈ. હૂતિઓએ આ હુમલાની જવાબદારી લેતા કહ્યું કે, તેમણે અદનમાં સઉદી અરબના સૈન્‍ય અભિયાન મુખ્‍યાલયને ટાર્ગેટ બનાવ્‍યો છે.

હૂતિ સૈન્‍ય પ્રવક્‍તા યાહ્યા સરીએ કહ્યું કે, આ હુમલો સઉદી અરબની સૈન્‍ય તૈનાતીને ટાર્ગેટ બનાવવાની તેમની ઘોષિત નીતિનો ભાગ છે, જ્‍યાં પણ સઉદી સેનાની સૈન્‍ય ગતિવિધિ અને જમાવડા જોવા મળશે, તે જગ્‍યાને ટાર્ગેટ બનાવશે.

સાઉદી અરેબિયાના સમર્થનથી યમનની સેનાએ આરોપ લગાવ્‍યો છે કે હૂતી વિદ્રોહીઓએ સાઉદી અરેબિયાના અનેક એરપોર્ટ, બંદરો અને તેલનાં ઠેકાણાં પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો છે. છેલ્‍લા એક અઠવાડિયામાં હૂતી વિદ્રોહીઓએ સાઉદી અરેબિયાના મહત્ત્વનાં ઠેકાણાં પર બેલિસ્‍ટિક મિસાઇલો અને ડ્રોનથી હુમલા કર્યા છે. યમનમાં સરકારી દળોને સાઉદી અરેબિયાના સમર્થનના જવાબમાં હૂતી વિદ્રોહીઓએ આ હુમલા કર્યા હોવાનું જણાવવામાં આવ્‍યું છે.

યમનની સેનાના પ્રવક્‍તા તુર્કી અલ-મલિકીએ પ્રેસ કોન્‍ફરન્‍સમાં દાવો કર્યો હતો કે આ મહિનામાં હૂતી વિદ્રોહીઓએ રિયાધના કિગ ખાલિદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ૨૦ હુમલા કર્યા હતા. આ હુમલાઓમાં ૧૭ લોકોનાં મોત થયાં હતાં અને ૩૩૩ લોકો ઘાયલ થયા હતા. સાઉદીના નેતૃત્‍વ હેઠળના સૈન્‍ય ગઠબંધને દક્ષિણ-પヘમિ સાઉદી અરેબિયામાં યમનની સરહદ નજીક આવેલા આભા એરપોર્ટ પર થયેલા હુમલાઓમાં ત્રણ લોકોનાં મોત અને ૨૮ લોકો ઘાયલ થયાનો પણ દાવો કર્યો હતો.

સાઉદીના નેતૃત્‍વ હેઠળના સૈન્‍ય ગઠબંધનના પ્રવક્‍તા અલ-મલિકીએ આરોપ લગાવ્‍યો હતો કે હૂતી વિદ્રોહીઓને પ્રાદેશિક સ્‍તરે કેટલાક પક્ષોની મદદથી આધુનિક સૈન્‍ય ટેક્રોલોજી મળી રહી છે. તેમના જણાવ્‍યા અનુસાર, આ જૂથ પાસે બેલિસ્‍ટિક મિસાઇલો, ડ્રોન અને વિસ્‍ફોટકોથી સજ્જ ઝડપી ગતિની નૌકાઓ છે.

અલ-મલિકીએ એવો પણ દાવો કર્યો હતો કે સૈન્‍ય ગઠબંધને યમનના પર્વતીય વિસ્‍તારોમાં હથિયારો સંગ્રહિત કરવાનાં ૧૨૭ ઠેકાણાં અને મિસાઇલ લોન્‍ચ કરવાનાં સ્‍થળોનો નાશ કર્યો છે. તેમણે હૂતી વિદ્રોહીઓને નાગરિકો અને નાગરિક ઠેકાણાંને નિશાન બનાવતાં અભિયાનો તાત્‍કાલિક બંધ કરવાની અપીલ કરી હતી

(10:30 AM IST)