<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st April 2026

સમાચારો ફટાફટ વાંચી જાવ

* વહેલી સવારે ૬ વાગ્યે પૂર્વોત્તર ભારતના સંખ્યાબંધ  રાજ્યોમાં ભૂકંપના જોરદાર આંચકા. ભૂકંપની તીવ્રતા ૫.૨ રિકેટર સ્કેલ: કેન્દ્ર મણિપુરનું કામજોંગ. ભૂકંપના આંચકા માત્ર મણિપુરમાં જ નહીં, પણ નાગાલેન્ડ, અસમ, મેઘાલય અને અરુણાચલ પ્રદેશ સુધી અનુભવાયા હતા. 

* સીઝફાયર પૂરો થવાને માત્ર ગણત્રીના કલાકો બાકી: ટ્રમ્પ-નેતન્યાહૂની હુમલાની ધમકી: ઈરાને કહ્યું- અમે પણ નવા પત્તાં ખોલવા તૈયાર: તેલ અને ગેસના માર્ગો પર સ્ફોટક સ્થિતિ

* વડાપ્રધાન મોદીનો રાજસ્થાન પ્રવાસ મુલતવી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આજ રોજ રાજસ્થાન રિફાઇનરીના લોકાર્પણનો કાર્યક્રમ મુલતવી રાખવામાં આવ્યો છે. ક્રૂડ ડિસ્ટિલેશન યુનિટ નજીક અચાનક આગ લાગવાની ઘટનાને કારણે આ નિર્ણય લેવાયો છે. સુરક્ષાના કારણોસર કાર્યક્રમ અટકાવી દેવાયો છે અને નવી તારીખ હવે પછી જાહેર કરવામાં આવશે.

* ઓડિશામાં સ્ટીલ પ્લાન્ટ માટે મોટું રોકાણ:દક્ષિણ કોરિયાની પોસ્કો ગ્રુપ અને જેએસડબલ્યુ સ્ટીલ ઓડિશામાં ૩૫ હજાર કરોડ રૂપિયાના રોકાણ સાથે નવો ઇન્ટિગ્રેટેડ સ્ટીલ પ્લાન્ટ સ્થાપશે. આ પ્રોજેક્ટની ક્ષમતા વાર્ષિક છ મિલિયન ટન હશે. આ ભાગીદારીથી રાજ્યમાં ઔદ્યોગિક વિકાસ અને રોજગારીની નવી તકો ઉભી થવાની મોટી અપેક્ષા રાખવામાં આવી રહી છે.

* રિલાયન્સ ગ્રુપના પૂર્વ અધિકારીઓ જેલમાં: દિલ્હીની અદાલતે બેંક લોન ફ્રોડ અને મની લોન્ડરિંગ કેસમાં રિલાયન્સ અનિલ અંબાણી ગ્રુપના બે પૂર્વ વરિષ્ઠ અધિકારીઓ, અમિતાભ ઝુનઝુનવાલા અને અમિત બાપનાને ૨ મે સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા છે. આ મામલો બેંકો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી અને નાણાકીય અનિયમિતતા સાથે જોડાયેલો છે.

* ભારત-અમેરિકા વેપાર કરાર: ભારતમાં અમેરિકાના રાજદૂત સર્જિયો ગોરે જણાવ્યું કે ભારતીય પ્રતિનિધિ મંડળ આ અઠવાડિયે વોશિંગ્ટન પહોંચશે. આ મુલાકાત બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય વેપાર કરારને અંતિમ ઓપ આપવા માટેનું મહત્વનું પગલું છે. આ ડીલ ભારત અને અમેરિકા બંને રાષ્ટ્રો માટે આર્થિક રીતે ફાયદાકારક સાબિત થશે.

* એક્સાઈઝ પોલિસી કેસ: કેજરીવાલને ફટકો: દિલ્હી એક્સાઈઝ પોલિસી કેસમાં હાઈકોર્ટના જજ સ્વર્ણા કાંતા શર્માએ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની અરજી ફગાવી દીધી છે. જજે આ કેસની સુનાવણીમાંથી હટવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો છે. કોર્ટના આ નિર્ણયને કેજરીવાલ માટે કાયદાકીય મોટો ફટકો માનવામાં આવી રહ્યો છે. કેજરી વાલે જાતે હાજર રહે જોરદાર દલીલો કરી હતી. 

* રાજકોટ: ૨૫૦૦ કરોડ રૂપિયાનું સાયબર ફ્રોડ: રાજકોટ ગ્રામ્ય પોલીસે ઓપરેશન મ્યુલ હન્ટ હેઠળ બે હજાર પાંચસો કરોડ રૂપિયાથી વધુના સાયબર કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. આ કેસમાં અત્યાર સુધીમાં વીસ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જેમાં યસ બેંક, એક્સિસ બેંક અને એચડીએફસી બેંકના કર્મચારીઓનો પણ સમાવેશ થાય છે, જેમણે પોતાની સત્તાનો દુરુપયોગ કરી ગુનેગારોને મદદ કરી હોવાનું મનાય છે.*

(9:31 AM IST)