તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Saturday, 21st November 2026
એનવીડિયાના વડા જેનસન હુઆંગ સામે બળવો: પૂર્વ કર્મચારીઓએ લગાવ્યા ગંભીર આક્ષેપ
ધમકીભર્યો સૂર અને અપમાનજનક વર્તન; ટેક જાયન્ટની કામગીરીની શૈલી પર નવેસરથી ચર્ચા

અમેરિકા: આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની દુનિયામાં સતત નવા શિખરો સર કરી રહેલી અગ્રણી કંપની એનવીડિયા (NVIDIA) ના સીઈઓ જેનસન હુઆંગ અત્યારે ગંભીર વિવાદના વમળમાં ફસાયા છે. કંપનીના પૂર્વ કર્મચારીઓ દ્વારા તેમના પર કર્મચારીઓને ધમકાવવા અને અત્યંત અપમાનજનક વર્તન કરવાના આરોપો મૂકવામાં આવ્યા છે. આ ઘટનાથી ટેકનોલોજી ક્ષેત્રમાં ચર્ચાનો નવો દોર શરૂ થયો છે.
પૂર્વ કર્મચારીઓના જણાવ્યા મુજબ, જેનસન હુઆંગનું વર્તન ઘણી વખત અત્યંત આક્રમક અને અસહ્ય રહેતું હતું. કાર્યસ્થળ પર કર્મચારીઓને ડરાવવા-ધમકાવવા તેમજ તેમની સાથે અયોગ્ય અને આપત્તિજનક વ્યવહાર કરવા જેવી બાબતો સામે આવી છે. આ આરોપોને કારણે એનવીડિયા જેવી ટોચની ટેક કંપનીમાં કામ કરવાના માહોલ અને કર્મચારીઓની સુરક્ષા તથા સન્માન અંગે અનેક પ્રશ્નો ઊભા થયા છે.
એક તરફ એનવીડિયા તેની ટેકનોલોજી અને બજારમૂલ્યને લઈને સતત ચર્ચામાં રહે છે, ત્યારે બીજી તરફ ટોચના નેતૃત્વ સામે આ પ્રકારના ગંભીર આક્ષેપો થવાથી કંપનીની પ્રતિષ્ઠા પર અસર પડી શકે છે. જેનસન હુઆંગની નેતૃત્વ શૈલી અંગે અગાઉ પણ વિવિધ વાતો થતી રહી છે, પરંતુ પૂર્વ સ્ટાફના આ આક્ષેપોએ મામલાને વધુ ગંભીર બનાવ્યો છે.
હાલ આ સમગ્ર મામલે વિગતવાર વિગતો સામે આવી રહી છે અને ટેક જગતની નજર એનવીડિયાના આગામી પગલાં તેમજ કંપની તરફથી આવતા પ્રતિભાવ પર મંડાયેલી છે.
(1:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
