<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 23rd August 2026

ચીન દ્વારા સોનાની છૂપી અને રેકોર્ડબ્રેક ખરીદી : જૂન મહિનામાં ૪૦ ટનથી વધુ સોનું ખરીદી ૨૦૨૫ પછીનો બીજો સૌથી મોટો માસિક સરપ્લસ સર્જ્યો - ન્યૂઝફર્સ્ટ

સત્તાવાર આંકડા કરતાં ૧૬૭ ટકા વધુ સોનું ખરીદી ચીનની સેન્ટ્રલ બેંકે અનામત ભંડાર ૨,૩૬૬ ટને પહોંચાડ્યો : ૨૦૨૬માં અત્યાર સુધીમાં ૬૦ ટનથી વધુ સોનાનો ઉમેરો

બીજિંગ (ન્યૂઝફર્સ્ટ): વૈશ્વિક અર્થતંત્રમાં પોતાની આર્થિક સ્થિતિ વધુ મજબૂત કરવાના ઈરાદા સાથે ચીન દ્વારા સોનાની જંગી અને રેકોર્ડબ્રેક ખરીદી કરવામાં આવી રહી છે. સામે આવેલા તાજેતરના અહેવાલો મુજબ ચીને જૂન મહિના દરમિયાન ૪૦ ટનથી વધુ સોનાની ખરીદી કરી છે, જે વર્ષ ૨૦૨૫ પછીની કોઈપણ એક મહિનામાં કરવામાં આવેલી બીજા નંબરની સૌથી મોટી ખરીદી બની રહી છે.

 

ચીનની સેન્ટ્રલ બેંક દ્વારા સત્તાવાર રીતે માત્ર ૧૫ ટન સોનાની ખરીદી દર્શાવાઈ હતી, જેની સામે ઓવર-ધ-કાઉન્ટર (OTC) ખરીદી ૪૦ ટનથી પણ વધુ નોંધાઈ છે. આમ સત્તાવાર આંકડા અને વાસ્તવિક ખરીદી વચ્ચે ૧૬૭ ટકા જેટલો મોટો તફાવત જોવા મળ્યો છે. ચીનની મધ્યસ્થ બેંકે તેના સત્તાવાર ભંડારમાં ૨૦ ટન સોનું ઉમેર્યું છે, જે ઓક્ટોબર ૨૦૨૩ પછીનો તેનો સૌથી મોટો માસિક વધારો છે. આ નવી ખરીદી સાથે ચીનનું સત્તાવાર સોનાનું અનામત ભંડાર ૨,૩૬૬ ટનની નવી સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગયું છે.

 

ચાલુ વર્ષ ૨૦૨૬માં ચીને સત્તાવાર રીતે પોતાના ભંડારમાં ૬૦ ટન સોનાનો ઉમેરો કર્યો છે. જોકે મે અને જૂન મહિના દરમિયાન જ ચીનની અંદાજિત ખરીદી ૮૮ ટન સુધી પહોંચી ગઈ છે, જે તેના આખા વર્ષના સત્તાવાર આંકડા કરતાં પણ વધુ છે. આ તમામ આંકડાઓ સ્પષ્ટપણે દર્શાવે છે કે ચીન પોતાના જાહેર કરાયેલા સત્તાવાર ડેટા કરતાં ખૂબ જ મોટા પ્રમાણમાં છૂપી રીતે સોનાની ખરીદી કરી રહ્યું છે.

(11:56 PM IST)