<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 25th April 2026

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમીટેડે તમામ પરિસ્થિતીઓ વચ્ચે આર્થિક વિકાસનો માર્ગ જાળવી રાખ્યો : મુકેશ અંબાણી

જીયો એર ફાઇબરે ૧૩ મિલીયન ગ્રાહકો સાથે વૈશ્વિક આગેવાની મજબુત કરી

 

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૨૫: પરિણામો વિશે ટિપ્પણી કરતા, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડાયરેકટર મુકેશ ડી. અંબાણીએ જણાવ્યું હતું કેઃ નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન આપણે ભૂરાજકીય ખાનાખરાબી, ઉર્જા કિંમતોમાં અસ્થિરતા અને બદલાતા વૈશ્વિક વેપારની પેટર્નનો સામનો કરવો પડ્યો છે. આ અવરોધોએ વિશ્વભરના વ્યાપારને અસર કરી છે. ભારતે, અને તેની જેમજ રિલાયન્સે પણ આ તમામ પરિસ્થિતિઓ વચ્ચે પણ પોતાનો આર્થિક વિકાસનો માર્ગ જાળવી રાખ્યો છે. અમારા પોર્ટફોલિયોના વિસ્તાર અને મજબૂત સ્થાનિક અભિગમે બાહ્ય વાતાવરણમાં રહેલી અસ્થિરતાની અસરોને ખાળવામાં મદદ કરી છે.

જિયોએ ભારતના ડિજિટલ લેન્ડસ્કેપને પરિવર્તિત કરવાનું ચાલુ રાખ્યું છે. મને એ વાતની નોંધ લેતા આનંદ થાય છે કે અમે જિયો પ્લેટફોર્મ્સના લિસ્ટિંગ તરફ મક્કમતાથી આગળ વધી રહ્યા છીએ. આ તેની યાત્રામાં એક નિર્ણાયક સીમાચિહ્નરૂપ બનશે કારણ કે તે નવી ઉંચાઈઓ સર કરવાનું અને ભારતના ડિજિટલ ભવિષ્યમાં યોગદાન આપવાનું ચાલુ રાખે છે. સમગ્ર વર્ષ દરમિયાન ૧૯%ની મજબૂત EBITDA વૃદ્ધિ માટેના ચાલકોમાં મોબિલિટી, હોમ બ્રોડબેન્ડ અને એન્ટરપ્રાઇઝ સેવાઓમાં સતત નોંધાયેલી વૃદ્ધિનો સમાવેશ થાય છે. આપણે AI ટૂલ્સ અને આગામી પેઢીના ટેકનોલોજી પ્લેટફોર્મ્સ સુધીની પહોંચને સર્વસુલભ બનાવવા માટે કાર્યરત થઈ રહ્યા છીએ, તેમ-તેમ જિયો આગામી વર્ષોમાં ભારત કેવી રીતે સંદેશાવ્યવહાર કરે છે, કમ્પ્યુટ કરે છે અને કન્ટેન્ટને કન્ઝયુમ કરે છે તેને નવો આકાર આપવા માટે સુસજ્જ થયું છે.

રિલાયન્સ જિયો ઇન્ફોકોમના ચેરમેન શ્રી આકાશ એમ. અંબાણીએ જણાવ્યું હતું કે, 'ભારતને ઈન્ટરનેટના યુગ સાથે જોડવામાં જિયોએ મહત્વની ભૂમિકા ભજવી છે અને સમગ્ર ભારતમાં ૫૨૪ મિલિયનથી વધુ સબ્સ્ક્રાઇબર્સ સાથે હવે તે ઇન્ટેલિજન્સ એરા માટેના ડિજિટલ ગેટવે તરીકે સ્થાન ધરાવે છે. જિયોની અત્યાધુનિક કનેકિટવિટી અને એજ્ડ કમ્પ્યૂટ ઇન્ફ્રાસ્ટ્રકચર તેને મુખ્ય ગેટવે બનાવે છે, જેના થકી AI સેવાઓ ભારતીય ગ્રાહકો, રહેઠાણો અને વ્યવસાયો સુધી પહોંચશે. આ બાબત આગામી અનેક વર્ષો સુધી જિયોના ઇન્ડસ્ટ્રી લીડિંગ ગ્રોથને ટકાવી રાખશે.'

રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડના એકિઝક્યુટિવ ડિરેકટર, ઈશા એમ. અંબાણીએ જણાવ્યું હતું કે, "FY26 એ રિલાયન્સ રિટેલ માટે વ્યાપક સ્તરે નફાકારક વૃદ્ધિનું વર્ષ છે. આવક રૂ. ૩.૭૦ લાખ કરોડને પાર કરી ગઈ છે,EBITDA રૂ. ૨૭,૦૦૦ કરોડને વટાવી ગયું છે, અને અમે ૧.૯૩ બિલિયન વ્યવહારોથી ૩૮૭ મિલિયન નોંધાયેલા ગ્રાહકોને સેવા આપી છે - જે ભારતની સૌથી મોટી રિટેલ ફ્રેન્ચાઇઝીની અતૂટ મજબૂતીને રેખાંકિત કરે છે

(1:52 PM IST)