News of Sunday, 12th April 2026
હોર્મુઝની સામુદ્રધુનીથી વિશ્વ માટે રાહતના સમાચાર: એક જ દિવસમાં ૧૬ જહાજો સુરક્ષિત પસાર
મિડલ ઈસ્ટના તણાવ વચ્ચે ભારતની ઉર્જા સુરક્ષા માટે હકારાત્મક સંકેત: ૨૪ ભારતીય ક્રૂ મેમ્બર્સ સાથેનું ભારતનું એલપીજી ટેન્કર 'જગ વિક્રમ' પણ સુરક્ષિત રીતે પસાર થઈ ગયું

નવી દિલ્હી: મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધ અને શાંતિ મંત્રણાઓની અનિશ્ચિતતા વચ્ચે ભારત સહિત સમગ્ર વિશ્વ માટે મોટા રાહતના સમાચાર છે. વિશ્વના સૌથી વ્યસ્ત દરિયાઈ માર્ગ હોર્મુઝની સામુદ્રધુનીમાંથી એક જ દિવસમાં ૧૬ જહાજો પસાર થયા છે, જેમાં ૨૪ ભારતીય ક્રૂ મેમ્બર્સ સાથેનું ભારતનું એલપીજી ટેન્કર 'જગ વિક્રમ' પણ સુરક્ષિત રીતે પસાર થઈ ગયું છે.
મિડલ ઈસ્ટમાં પ્રવર્તતા યુદ્ધના માહોલ વચ્ચે ભારતની ઉર્જા સુરક્ષાને લઈને મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થયા છે. કેન્દ્રીય શિપિંગ મંત્રી સર્બાનંદ સોનોવાલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'એક્સ' પર માહિતી આપતા જણાવ્યું છે કે ૨૪ ભારતીય ક્રૂ મેમ્બર્સ ધરાવતું ભારતનું બીજું એલપીજી ટેન્કર 'જગ વિક્રમ' સુરક્ષિત રીતે હોર્મુઝની સામુદ્રધુની પાર કરી ગયું છે.
૧૧ એપ્રિલના રોજ આ જહાજ પર્શિયન ગલ્ફ ક્ષેત્રમાંથી સફળતાપૂર્વક બહાર નીકળીને શનિવાર સવાર સુધીમાં ઓમાનના અખાતમાં પહોંચ્યું હતું. શનિવારે માત્ર એક જ દિવસમાં આ સંવેદનશીલ અને વ્યસ્ત દરિયાઈ માર્ગ પરથી કુલ ૧૬ જહાજોએ સુરક્ષિત સફર કરી છે, જે વૈશ્વિક બજારો, વેપાર અને ઉર્જા પુરવઠાની સ્થિરતા માટે એક અત્યંત હકારાત્મક સંકેત છે.
(10:53 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
