<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th November 2026

રિઝર્વ બેન્ક વ્યાજદર વધારી શકે છે: મોંઘવારીનું દબાણ વધતાં રિઝર્વ બેન્ક આગામી વર્ષે વ્યાજદરમાં ૦.૭૫ ટકાનો વધારો કરી શકે, ગોલ્ડમેન સાક્સની આગાહી

ડિસેમ્બરમાં ૦.૨૫ ટકા અને ત્યારબાદ ૨૦૨૭ના પ્રથમ છ મહિનામાં વધુ ૦.૫૦ ટકાનો વધારો થઈ શકે

નવી દિલ્હી: દેશમાં ખાદ્યપદાર્થોના ભાવ અને મોંઘવારીનું દબાણ વધતાં ભારતીય રિઝર્વ બેન્ક વર્ષ ૨૦૨૭ના બીજા ત્રિમાસિક ગાળા સુધીમાં રેપો રેટમાં કુલ ૭૫ બેસિસ પોઇન્ટ એટલે કે ૦.૭૫ ટકાનો વધારો કરી શકે છે. આંતરરાષ્ટ્રીય નાણાકીય સંસ્થા ગોલ્ડમેન સાક્સે પોતાના સંશોધન અહેવાલમાં આ આગાહી કરી છે. સંસ્થાના મતે ડિસેમ્બરમાં ૦.૨૫ ટકા અને ત્યારબાદ ૨૦૨૭ના પ્રથમ છ મહિનામાં વધુ ૦.૫૦ ટકાનો વધારો થઈ શકે છે.

 

આ આગાહી સાચી પડે તો રેપો રેટ ૬.૨૫ ટકા સુધી પહોંચી શકે છે. પરિણામે ઘર, વાહન અને અન્ય લોનના વ્યાજ ઉપર અસર થવાની શક્યતા છે. સંસ્થાએ વર્ષ ૨૦૨૭માં ભારતનો આર્થિક વિકાસદર ૭.૨ ટકા રહેવાનો અંદાજ આપ્યો છે. જોકે આ માત્ર ગોલ્ડમેન સાક્સની આગાહી છે, રિઝર્વ બેન્કનો નિર્ણય નથી. 

(11:24 PM IST)