<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 6th May 2026

વિદેશી હૂંડિયાણને લગતા બિઝનેસને લઈને રિઝર્વ બેન્કનું કડક વલણ;મની ચેન્જર માટે નવા લાઈસન્સ ઈશ્યુ કરવા પર પ્રતિબંધ

હવે વિદેશી મુદ્દા સંબંધિત કારોબાર માટે તમામ સંસ્થાઓએ મધ્યસ્થ બેંક પાસેથી મંજૂરી મેળવવી જરૂરી બનશે

નવી દિલ્હી :વિદેશી હૂંડિયાણને લગતા બિઝનેસને લઈ મધ્યસ્થ બેંક (RBI) દ્વારા નિયમ કડક કરવામાં આવ્યા છે. નવા નિયમ પ્રમાણે હવે મની ચેન્જર માટે નવા લાઈસન્સ ઈશ્યુ કરવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે કે જ્યારે ફોરેક્સ માર્કેટ ઝડપથી બદલાઈ રહ્યું છે અને તેમાં વિશેષ પારદર્શિતાની જરૂર છે.

આ સાથે મધ્યસ્થ બેન્કનું સ્પષ્ટપણે માનવું છે કે નવા નિયમોનો ઉદ્દેશ વ્યવસ્થાને વધારે દુરસ્ત કરવાનો તથા સર્વિસને વધારે સારી તથા નિયમોનું ચુસ્તપણે પાલન કરવા સાથે સંકળાયેલ છે.
મધ્યસ્થ બેંકે વિદેશી મુદ્રા સંચાલન વિનિયમ,2026 લાગુ કરેલ છે. તે અંતર્ગત હવે વિદેશી મુદ્દા સંબંધિત કારોબાર માટે તમામ સંસ્થાઓએ મધ્યસ્થ બેંક પાસેથી મંજૂરી મેળવવી જરૂરી બનશે. આ નવા નિયમ અંતર્ગત તેનો ઉદ્દેશ ફોરેક્સ સર્વિસિસને વધારે દુરસ્ત કરવાનો તથા બિનજરૂરી મુશ્કેલીઓને દૂર કરવાનો છે.

સૌથી મહત્વના ફેરફારના ભાગરૂપે હવે નવા ફુલ ફ્લેક્જ મની ચેન્જર (FFMC) લાઈસન્સ ઈશ્યુ કરવામાં આવશે નહીં. જોકે અરજી અગાઉની પ્રક્રિયામાં તેને જૂના નિયમો અંતર્ગત જ જોવામાં આવશે.

મધ્યસ્થ બેંકનું માનવું છે કે જૂની વ્યવસ્થામાં અનેક જોખમ હતા. નવા નિયમોને લીધે પારદર્શિતા વધશે તથા ફોરેક્સ માર્કેટમાં સેવાઓને વધારે સારી કરી શકાશે, તેમ જ નિયમોને અમલીકણ હેઠળ વધારે યોગ્ય કરી શકાશે. તે સાથે જોખમ તથા ગેરરીતિને દૂર કરવામાં મદદ મળશે.

(11:22 PM IST)