<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 3rd September 2026

'કોકરોચ આંદોલન'ની વાયરલ ગર્લ રિયા અહિરની 'બિગ બોસ ૨૦'માં ગ્લેમરસ એન્ટ્રી પૂર્વે મોટો ધડાકો: ટ્રોલર્સને આપ્યો રોકડો જવાબ, જાણો પબ્લિસિટી સ્ટંટના આરોપો પર શું કહ્યું!

NEET પેપર લીક વિરોધ પ્રદર્શનથી રાતોરાત ચર્ચામાં આવેલી મુંબઈની મોડલ રિયા અહિરે બિગ બોસના ઘરમાં જતાં પહેલાં ટ્રોલિંગ પર તોડી ચૂપકીદી. કહ્યું- 'બાળપણનું સ્વપ્ન પૂરું કરવા જઈ રહી છું, લાઇમલાઇટ કે ફેમ માટે નહીં.'

મુંબઈ : મુંબઈની જાણીતી મોડલ અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર રિયા અહિર એકવાર ફરી ભારે ચર્ચામાં આવી છે. થોડા સમય પહેલાં NEET પેપર લીકના ઉગ્ર વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ વેન સામે એક હાથ રાખીને ઊભેલા તેના વાયરલ ફોટોએ તેને આખા દેશમાં ઓળખ અપાવી હતી. આ ઘટના બાદ તેને 'કોકરોચ આંદોલનની પોસ્ટર ગર્લ'નું ટેગ મળ્યું હતું. હવે ચર્ચાઓ ગરમ છે કે રિયા દેશના સૌથી લોકપ્રિય રિયાલિટી શો 'બિગ બોસ ૨૦' ના ઘરમાં એન્ટ્રી કરવા જઈ રહી છે.

 

ટ્રોલર્સના નિશાના પર રિયા: પબ્લિસિટી સ્ટંટનો લાગ્યો આરોપ

જેવા જ બિગ બોસમાં રિયાની એન્ટ્રીના સમાચાર વહેતા થયા, કે તરત જ સોશિયલ મીડિયા પર યુઝર્સે તેને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું હતું. ઘણા લોકોએ આરોપ લગાવ્યો કે રિયાએ આંદોલનમાં માત્ર લાઇમલાઇટ અને 'ફેમ' મેળવવા માટે જ ભાગ લીધો હતો જેથી તેને બિગ બોસ જેવા મોટા શોની ઓફર મળી શકે.

 

રિયા અહિરની ચોંકાવનારી સ્પષ્ટતા

પોતાના પર લાગેલા આ ગંભીર આરોપો પર મૌન તોડતાં રિયાએ એક ઇન્ટરવ્યૂમાં ખુલાસો કર્યો કે, બિગ બોસમાં જવું એ તેનો બાળપણથી જ એક શોખ રહ્યો છે. તેની માતા અને બહેન હંમેશા આ શો જોતાં અને તે પણ તેમની સાથે બેસીને વિચારતી કે આટલા મોટા ઘરમાં આટલા બધા કલાકારો કેવી રીતે રહેતા હશે. રિયાએ ફેમ મેળવવાના આરોપોને ફગાવતાં લોકોને અપીલ કરી કે, "કોઈની વાતોમાં આવ્યા વિના મને પહેલાં શોમાં જુઓ અને પછી મારા વિશે નિર્ણય કરો. મારી અંદર એક એન્ટરટેઇનર પણ છે જે હવે દુનિયા સમક્ષ આવશે."

 

રાહુલ ગાંધી સાથે મુલાકાતથી લઈને ફેશન બ્રાન્ડ સુધીની સફર

૨૭ વર્ષની રિયા અહિર માત્ર મોડલ નથી પરંતુ એક સફળ બિઝનેસવુમન પણ છે. NEET પ્રદર્શન દરમિયાન તેની બહાદુરી જોઈને કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ પણ તેની સાથે મુલાકાત કરી હતી. હાલ ઇન્સ્ટાગ્રામ પર ૩.૨૮ લાખથી વધુ ફોલોઅર્સ ધરાવતી રિયા 'દિલબારા' જેવા પોપ્યુલર મ્યુઝિક વિડીયોમાં કામ કરી ચૂકી છે અને 'રિયાસત' નામની પોતાની લક્ઝરી હેન્ડક્રાફ્ટેડ ક્લોધિંગ બ્રાન્ડ પણ ચલાવે છે. હવે 'બિગ બોસ ૨૦' ના ઘરમાં તેનો કયો અવતાર જોવા મળશે તેના પર દર્શકોની નજર ટકેલી છે.

 

(7:24 PM IST)