<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 19th May 2026

ગોરખપુરમાં શરૂ થયેલી રેસ્‍ટોરાંમાં રોબોદીદી પીરસે છે ખાવાનું

આ રોબો જ ગ્રાહકોનું સ્‍વાગત કરે છે અને એ જ તમને ટેબલ પર ફૂડ સર્વ કરે છે

ગોરખપુર તા.૧૯: મોટાં શહેરોમાં રેસ્‍ટોરાંમાં હવે રોબોઝ જોવા મળે એની નવાઈ નથી રહી, પરંતુ ગોરખપુર જેવા ટૂ-ટિયર શહેરમાં પણ હવે રોબોવાળી રેસ્‍ટોરાં શરૂ થઈ ગઈ છે. સાવો નામની રેસ્‍ટોરાંમાં હવે રોબો દ્વારા ફૂડ સર્વ થાય છે. આ રોબો જ ગ્રાહકોનું સ્‍વાગત કરે છે અને એ જ તમને ટેબલ પર ફૂડ સર્વ કરે છે. આ રોબોને રોબોદીદી કહીને સંબોધવાની હોય છે. એ ખાવાનું લઈને તમારા ટેબલ સુધી લઈને આવે છે. જોકે આ બધું જ રિમોટ કન્‍ટ્રોલથી ચાલે છે. એક સ્‍ટાફ મેમ્‍બર સતત રોબોને ટેબ્‍લેટ પરથી કન્‍ટ્રોલ કરે છે. કિચનમાં ઊભેલા કર્મચારીઓ રોબોને ડબલડેકર ટ્રેમાં ભોજનની ડિશો મૂકી આપે છે. ગ્રાહકોએ જાતે જ એ ટ્રેમાંથી પોતાની ડિશ લઈ લેવાની રહે છે. 

(2:42 PM IST)