<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 29th June 2026

રોહિત શેટ્ટીને ફરી ધમકી મળીઃ ૨૦ કરોડ રૂપિયાની માંગી ખંડણી

જવાબદારી લોરેન્‍સ બિશ્નોઈ ગેન્‍ગે લીધીઃ પોલીસ દોડતી થઈ

મુંબઇ તા.૨૯: બોલિવૂડ ફિલ્‍મમેકર રોહિત શેટ્ટીને ફરીથી જાનથી મારી નાખવાની ધમકી મળી છે. આ ધમકીની ઓડિયો ક્‍લિપ મળ્‍યો છે. આ જવાબદારી લોરેન્‍સ બિશ્નોઈ ગેન્‍ગે લીધી છે. તેમણે ૨૦ કરોડ રૂપિયાની માગ કરી છે. આ નવી ધમકી તેમને જૂહુ સ્‍થિત ઘરની બહાર ચાર રાઉન્‍ડ ગોળીઓ ચલાવ્‍યા બાદ થોડા મહિના પછી મળી છે. શુભમ લોનકર તરફથી રોહિત શેટ્ટીની ટીમને મોકલેલા આ ઓડિયોમાં ચેતવણી આપતો અવાજ સંભળાઈ રહ્યો છે. ઓડિયોમાં કહ્યું છે કે ચાર મહિના પહેલાં જૂહુ સ્‍થિત ઘર પર થયેલું ફાયરિગ તો બસ એક ટ્રેલર હતું, જો માંગણીને નજરઅંદાજ કરવામાં આવશે તો આ વખતે ગોળી ચૂકશે નહીં.

રોહિત શેટ્ટીની ટીમે ફરિયાદ નોંધાવી છે. મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્‍ચ અને જુહુ સ્‍થાનિક પ્રશાસને એક એન્‍ટી એક્‍સટોર્શન વિગને એક્‍ટિવ કરી છે. તપાસકર્તાઓને શરૂઆતનાં વોઈસ મેચિગ એનાલિસિસ પરથી એ વાતની જાણ થઈ છે કે જેલમાં બંધ ગેન્‍ગ લીડર લોરેન્‍સ બિશ્નોઈનાં નજીકનાં સહયોગી અને ગેન્‍ગસ્‍ટર શુભમ લોનકરે જ આ ઓડિયો ટેપ રેકોર્ડ કર્યો હતો.

ઉલ્‍લેખનીય છે કે આ પહેલાં એટલે કે ૩૧ જાન્‍યુઆરીનાં રોજ રોહિત શેટ્ટીનાં ઘર પર ફાયરિગ થયું હતું. આ કેસમાં ૫ આરોપીઓને પ્‍ઘ્‍બ્‍ઘ્‍ખ્‍ કોર્ટમાં પેશ કરવામાં આવ્‍યા હતા. મુંબઈ પોલીસે આ પાંચ આરોપીઓનાં રિમાન્‍ડ માંગ્‍યા હતા.

જો કે આવું પહેલીવાર નથી થયું કે કોઈ સિતારાને ધમકી મળી હોય. આ પહેલાં પણ ઇન્‍ડસ્‍ટ્રીનાં અનેક સિતારાઓને આ પ્રકારની ધમકી મળી ચૂકી છે. જો કે આ પહેલાં પણ આ ગેંગે બાબા સિદ્દીકીની હત્‍યાની જવાબદારી લીધી. આટલું જ નહીં પંજાબી સુપરસ્‍ટાર સિંગર સિદ્ધુ મૂસેવાલાની હત્‍યાની પણ જવાબદારી આ ગેંગે લીધી હતી. આ સાથે જ સલમાન ખાનને જાનથી મારી નાખવાની ધમકી આપી ચૂક્‍યા છે. આ માટે આ ગેંગનાં શખ્‍સોએ રેકી કરી હતી અને પછી હત્‍યાનું પણ પ્‍લાનિગ કર્યું હતું. આટલું જ નહીં આ ગેંગનાં નિશાના પર કપિલ શર્મા પણ છે. આ સાથે જ દિશા પટણી, બી પ્રાક, હની સિહ સહિત અનેક પંજાબી સિંગર્સને આ ધમકી મળી ચૂકી છે.

(9:57 AM IST)