News of Wednesday, 22nd April 2026
રૂ.૨૨ લાખ કરોડ બચશે, ખેડૂતોને પણ ફાયદો થશે
પેટ્રોલમાં ૧૦૦% ઈથેનોલ મિશ્રણ કરવા અંગે ગડકરીનું મોટું નિવેદન : ભારતે હવે ૧૦૦ ટકા ઈથેનોલ મિશ્રણ તરફ આગળ વધવું જોઈએઃ .ઉર્જા ક્ષેત્રે આત્મનિર્ભર બનવાની જરૂરિયાત

નવી દિલ્હી,તા.૨૨: પヘમિ એશિયામાં ચાલી રહેલા સંકટ વચ્ચે કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નિતિન ગડકરીએ પેટ્રોલમાં ઈથોનોલનું મિશ્રણ વધારવા અંગે મહત્ત્વનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, પヘમિ એશિયામાં ચાલી રહેલા સંકટ અને ક્રૂડ ઓઈલના પુરવઠામાં આવેલી નબળાઈને જોતા ભારતે હવે ૧૦૦ ટકા ઈથેનોલ મિશ્રણ તરફ આગળ વધવું જોઈએ.
ઈન્ડિયન ફેડરેશન ઓફ ગ્રીન એનર્જીના કાર્યક્રમમાં ગડકરીએ કહ્યું કે, ‘પヘમિ એશિયામાં યુદ્ધને કારણે આપણે ઉર્જા સંકટનો સામનો કરી રહ્યા છીએ. અત્યારે આપણે આપણી જરૂરિયાતનું ૮૭ ટકા ક્રૂડ ઓઈલ આયાત કરીએ છીએ, જેની પાછળ અંદાજે ૨૨ લાખ કરોડ રૂપિયાનો ખર્ચ થાય છે. આ આયાત પરની નિર્ભરતા ઘટાડવી જરૂરી છે. ઈથેનોલ જેવા વૈકલ્પિક ઈંધણ અને બાયો-ફયુઅલના ઉત્પાદનને વધારવાની તાતી જરૂરિયાત છે.'
ગડકરીએ સ્પષ્ટ કહ્યું કે, ૧૦૦% મિશ્રણ એટલે કે ચ્૧૦૦ ઈંધણ પર વાહનો ચલાવવાનું લક્ષ્ય રાખવું જોઈએ. આ માટે તેઓ ફલેક્સ ફયુઅલ એન્જિનને પ્રોત્સાહન આપવા માંગે છે, જે ૨૦%થી લઈને ૧૦૦% સુધીના કોઈપણ ઈથેનોલ મિશ્રણ પર ચાલી શકે. જો વાહનો સંપૂર્ણ ઈથેનોલ પર ચાલશે, તો પેટ્રોલની જરૂરિયાત નહિવત થઈ જશે અને દેશનું જંગી આયાત બિલ ઘટશે.
તેમણે વધુમાં કહ્યું કે, ઈથેનોલ લક્ષ્યાંકથી ખેડૂતોને મોટો ફાયદો થયો છે. ખાસ કરીને મકાઈ અને શેરડીમાંથી ઈથેનોલ બનાવવાને કારણે ખેડૂતોને સારા ભાવ મળ્યા છે અને તેમને અંદાજે ૪૫,૦૦૦ કરોડ રૂપિયાનો સીધો લાભ થયો છે. ઈથેનોલ પેટ્રોલની સરખામણીએ વધુ સ્વચ્છતાથી બળે છે, જેનાથી પ્રદૂષણમાં પણ ઘટાડો થાય છે.
(1:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
