<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 27th September 2026

રશિયાએ યુક્રેન પર મોટો હુમલો કર્યો : રાતોરાત 150 થી વધુ ડ્રોનથી હુમલો કર્યા કિવમાં એક ડેટા સેન્ટરને નિશાન બનાવ્યું

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલ યુદ્ધ વધુ વકર્યું :યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર મુજબ ગઈ રાત્રે રશિયન હુમલામાં ઓછામાં ઓછા આઠ લોકો માર્યા ગયા: કિવમાં એક ડેટા સેન્ટરને પણ નુકસાન થયું

યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીરે જણાવ્યું હતું કે રાતોરાત રશિયન હવાઈ હુમલામાં કુલ 4 લોકો માર્યા ગયા છે. તેમના જણાવ્યા અનુસાર, રહેણાંક ઇમારતો અને ઊર્જા સંબંધિત સુવિધાઓ સહિત નાગરિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ઓછામાં ઓછા આઠ વિસ્તારોમાં નુકસાન થયું છે

રવિવારે સવારે બે વાર કિવના ડેટા સેન્ટર પર પણ હુમલો કરવામાં આવ્યો હતો. ઝેલેન્સ્કીના જણાવ્યા મુજબ, પ્રથમ હુમલામાં બે બાળકો સહિત ત્રણ લોકો ઘાયલ થયા હતા. જો કે, તેમણે ડેટા સેન્ટર વિશે વધુ માહિતી શેર કરી નથી.

રશિયાના સંરક્ષણ મંત્રાલયે દાવો કર્યો છે કે તેના ડ્રોને વોડાફોન કંપનીના ડેટા સેન્ટરને પણ નિશાન બનાવ્યું છે. વોડાફોન યુક્રેનમાં મોબાઇલ સેવાઓ અને ઝડપી ઇન્ટરનેટની મુખ્ય કંપનીઓમાંની એક છે અને યુક્રેનિયન સૈન્યની પણ સેવા આપે છે.
રશિયન સંરક્ષણ મંત્રાલયે એમ પણ કહ્યું હતું કે કિવ અને ઑડેસા પ્રદેશોમાં બે લોજિસ્ટિક્સ કેન્દ્રો પર હુમલો કરવામાં આવ્યો હતો. આ સિવાય ઑડેસા પોર્ટ તરફ જતા ડ્રાય કાર્ગો જહાજને પણ નિશાન બનાવવામાં આવ્યું છે.

બીજી તરફ રશિયાના સંરક્ષણ મંત્રાલયે દાવો કર્યો હતો કે તેના એર ડિફેન્સે યુક્રેન દ્વારા મોકલવામાં આવેલા 96 ડ્રોનને તોડી પાડ્યા હતા. યુક્રેનિયન વાયુસેનાના જણાવ્યા અનુસાર, રશિયાએ રાતોરાત 170 ડ્રોન લોન્ચ કર્યા હતા.

રશિયા-યુક્રેન યુદ્ધ પાંચમા વર્ષે પહોંચી ગયું છે અને બંને પક્ષોના હુમલા ચાલુ છે. અમેરિકાએ બંને દેશોને એકબીજાના ઉર્જા પાયા પર હુમલો કરવાનું બંધ કરવાની અપીલ કરી છે, પરંતુ હજુ સુધી તે સંમત નથી.

(11:20 PM IST)