News of Monday, 29th June 2026
પવિત્ર હિમલિંગ વહેલા પીગળી જવા ભયઃ યાત્રાના પ્રથમ ૧૫ દિવસમાં જ દર્શન કરી લેવા મથામણ
ગ્લોબલ વોર્મિગ અને ભક્તોના શ્વાસની ગરમીના કારણે લોખંડ તથા કાચની ગ્રીલ પણ બાબા બર્ફાનીને પીગળતા રોકવામાં નિષ્ફળ સાબિત થઈ રહી છે

શ્રીનગરઃ ૩ જુલાઈથી શરૂ થઈ રહેલી અમરનાથ યાત્રામાં શરૂઆતના પખવાડિયામાં જ દર્શન કરવા માટે ભક્તોમાં ભારે ઉત્સાહ છે. ગત કેટલાક વર્ષોથી ગ્લોબલ વોર્મિગ અને ભક્તોની ભીડના કારણે હિમલિગ નિર્ધારિત સમય પહેલા જ પીગળી જાય છે. વર્ષ ૨૦૧૬માં માત્ર ૧૦ દિવસમાં જ ૧૦ ફૂટનું હિમલિગ પીગળીને દોઢ ફૂટનું રહી ગયું હતું. તેવી જ રીતે વર્ષ ૨૦૧૩, ૨૦૧૮ અને ૨૦૧૯માં પણ વધતા તાપમાનના લીધે યાત્રા પૂર્ણ થાય તે પહેલા જ બાબા બર્ફાની અંતર્ધ્યાન થઈ ગયા હતા. શ્રાઇન બોર્ડે ગુફાને ઠંડી રાખવા માટે એર કર્ટન, રેડિયન્ટ કૂલિગ પેનલ્સ અને આઇસ સ્કેટીંગ રીંક જેવી આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવાની યોજના બનાવી હતી, પરંતુ હાઇકોર્ટ દ્વારા અગાઉ લગાવવામાં આવેલા સ્ટેના કારણે આ પ્રક્રિયા અટકેલી છે. હાલમાં ગુફામાંથી આવી રહેલી હિમલિગની તસવીરોથી ભક્તો ચિતિત બન્યા છે અને શ્રાઇન બોર્ડ અત્યાધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કેમ નથી કરી રહ્યું તે પ્રશ્ન ઊભો થયો છે.
(11:13 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
