<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 24th June 2026

સાંઇરામ દવેના પિતા અને વિખ્‍યાત ભજનિક વિષ્‍ણુપ્રસાદ દવેનું દુઃખદ નિધન

લોકસાહિત્‍ય અને ભજન જગતનો તેજસ્‍વી સિતારો અસ્‍ત : અંતિમ યાત્રામાં સાહિત્‍ય, કલા, સામાજીક અને રાજકીય ક્ષેત્રના અગ્રણીઓ જોડાયા : સ્‍નેહીજનો દ્વારા અશ્રુભીની શ્રદ્ધાંજલી : અકિલા પરિવારના મોભી કિરીટભાઇ ગણાત્રા, અકિલાના તંત્રી અજીતભાઇ ગણાત્રા, અકિલાના વેબ એડિશનના એડિટર નિમિષભાઇ ગણાત્રા તથા સ્‍ટાફ પરિવાર દ્વારા બે મિનિટ મૌન પાડી સદ્દગતને શ્રદ્ધાંજલી અર્પણ કરી

વિખ્‍યાત ભજનિક વિષ્‍ણુપ્રસાદ દવે અનંતયાત્રાએઃ સાહિત્‍ય જગત અને રાજકીય અગ્રણીઓની અશ્રુભીની વિદાય : હાસ્‍ય કલાકાર સાંઈરામ દવેના પિતળછત્ર ગુમાવ્‍યાના દુઃખમાં સમગ્ર સાહિત્‍ય વિશ્વ જોડાયું: સ્‍મશાનયાત્રામાં સાંસદ પરષોત્તમભાઈ રૂપાલા સહિતના આગેવાનોએ આપી શ્રદ્ધાંજલિ

રાજકોટઃ અંતિમ વિદાય... સુપ્રસિદ્ધ લોકસાહિત્‍યકાર અને હાસ્‍ય કલાકાર સાંઈરામ દવે, કિશન દવે તથા અમિત દવેના  પિતાશ્રી અને જાણીતા ભજનિક વિષ્‍ણુપ્રસાદ દવેના દુઃખદ નિધન થયું છે. તેમની સ્‍મશાનયાત્રામાં સદગતના અંતિમ દર્શન કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરવા ઉમટી પડયા હતા. તસવીરમાં સાંસદ પરષોત્તમભાઈ રૂપાલા, શહેર ભાજપ પ્રમુખ ડો. માધવ દવે, મેયર ડો. નેહલ શુક્‍લ, પ્રદેશ ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, યુવા એડવોકેટ અંશ ભારદ્વાજ સહિતના રાજકીય-સાહિત્‍યિક મહાનુભાવો અને વિશાળ સંખ્‍યામાં સગા-સંબંધીઓ દવે પરિવારને સાંત્‍વના પાઠવતા અને સદગતને અશ્રુભીની આંખે વિદાય આપતા નજરે પડે છે. પરિવારજનો દ્વારા ગમગીન માહોલમાં સદગતની અંતિમવિધિ સંપન્ન કરવામાં આવી હતી.  (તસ્‍વીર : અભિજીત બગથરીયા)

 

રાજકોટ : ગુજરાતના સુપ્રસિદ્ધ હાસ્‍ય કલાકાર અને લોકસાહિત્‍યના પ્રખર વક્‍તા સાંઈરામ દવેને જીવતરનો સાહિત્‍યિક સંસ્‍કારવારસો આપનાર તેમના પૂજ્‍ય પિતા અને વિખ્‍યાત ભજનિક શ્રી વિષ્‍ણુપ્રસાદ દવેનું દુઃખદ અવસાન થતાં સમગ્ર સાહિત્‍ય જગતમાં ઘેરો શોક વ્‍યાપી ગયો છે. શ્રી વિષ્‍ણુપ્રસાદ દવેની ચિરવિદાયથી દવે પરિવાર તેમજ તેમના અસંખ્‍ય પ્રશંસકો અને સ્‍નેહીજનો ઘેરા આઘાતમાં સરી પડ્‍યા છે.

આજે સવારે સદ્દગતના નિવાસસ્‍થાન ગંગોત્રીધામ, કલ્‍યાણ પાર્ક, નાના મૌવા, મેઇન રોડ ખાતેથી પૂજ્‍ય વિષ્‍ણુપ્રસાદ દવેની સ્‍મશાનયાત્રા નીકળી હતી. આ અંતિમયાત્રામાં સાહિત્‍ય, કલા, સામાજિક અને રાજકીય ક્ષેત્રના અગ્રણીઓ મોટી સંખ્‍યામાં જોડાયા હતા. શોકાતુર માહોલમાં નીકળેલી આ સ્‍મશાનયાત્રા રાજકોટના મોટા મૌવા સ્‍મશાનગળહ ખાતે પહોંચી હતી, જ્‍યાં શાષાોક્‍ત વિધિ અને વૈદિક મંત્રોચ્‍ચાર સાથે તેમના અંતિમ સંસ્‍કાર કરવામાં આવ્‍યા હતા.

પૂજ્‍ય વિષ્‍ણુપ્રસાદ દવે પોતે એક સમર્થ ભજનિક અને સંસ્‍કારોના પુંજ હતા, જેમણે લોકસાહિત્‍યના જતનમાં મોટું પ્રદાન આપ્‍યું હતું. સ્‍મશાનગળહ ખાતે ઉપસ્‍થિત સૌ કોઈએ ભીની આંખે ભજનિક શ્રી વિષ્‍ણુપ્રસાદ દવેને અશ્રુભીની અંજલિ અર્પી હતી અને ઈશ્વર સદ્દગતના આત્‍માને પરમ શાંતિ આપે તેવી પ્રાર્થના કરી હતી.

અકિલા પરિવાર સાથે સદ્દગત વિષ્‍ણુપ્રસાદ દવે અને સાંઇરામ દવે સાથે પારિવારિક નાતો હોય અકિલા પરિવારના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા, અકિલાના તંત્રી શ્રી અજીતભાઇ ગણાત્રા અને અકિલાના વેબ એડિશનના એડીટર શ્રી નિમિષભાઇ ગણાત્રા તથા સ્‍ટાફ પરિવાર દ્વારા બે મિનિટ મૌન પાડી સદ્દગતને શ્રદ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી.

સાંઇરામ દવે, કિશન દવે, અમિત દવે તથા સમગ્ર દવે પરિવાર મો. ૯૭ર૭૭૧૮૯પ૦ / ૯પપ૮૬૯૯૮૦૮ 

વિષ્‍ણુપ્રસાદ દવેની કાલે ગુરૂવારે સાંજે ૪ થી ૬ અભય ભારદ્વાજ કોમ્‍યુનીટી હોલ ખાતે પ્રાર્થનાસભા

રાજકોટ : શ્રીમાળી યજુર્વેદી બ્રાહ્મણ શ્રી વિષ્‍ણુપ્રસાદ કેશવલાલ દવે (શ્રી પ્રસાદજી)(ઉં. વ. ૭૫) જેઓ સ્‍વ. સરોજબેનના પતિ તથા મૂળ અમરનગર નિવાસી સ્‍વ. કનૈયાલાલભાઈ, સ્‍વ.નરેન્‍દ્રભાઈ, સ્‍વ.ઘનશ્‍યામભાઈના નાનાભાઈ તથા પ્રશાંતભાઇ (સાંઇરામ દવે), કિશનભાઇ, અમિતભાઇના પિતાશ્રી તા.૨૩ જૂન મંગળવારના રોજ બ્રહ્મલીન થયેલ છે. સદ્દગતની પ્રાર્થના સભા : તા. ૨૫ જૂન, ગુરુવાર, સમય : સાંજે ૪ થી ૬ કલાકે શ્રી અભય ભારદ્વાજ કોમ્‍યુનિટી હોલ, પેરેડાઈઝ હોલ રોડ, ઈન્‍ડીયન પાર્ક, રાજકોટ ખાતે રાખેલ છે. સાંઇરામ દવે - ૯૫૧૨૩ ૧૮૯૫૦, કિશન દવે-૯૯૨૫૦ ૧૮૯૫૦, અમિત દવે - ૯૭૨૭૭ ૧૮૯૫૦. સમગ્ર દવે પરિવારના જય ગુરુદેવ જય ભગવાન ..... ઓમ શાંતિ.... શાંતિ.... શાંતિ....

 

(2:26 PM IST)