<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 4th May 2026

સાવરકર ગાયને ભગવાન નહોતા માનતાઃ પાંચ વાર દયા અરજી કરી હતી

રાહુલ ગાંધી વિરૂદ્ધ દાખલ કરેલા બદનક્ષી કેસમાં સુનાવણી : ટૂ નેશન થિયરી સાવરકરની નહીં, સર સૈયદ અહમદ ખાનની હતીઃ સત્‍યકી

 

મુંબઈ,તા.૪: સાવરકરના વિચારો અને ઈ તિહાસને મુદ્દે ડાબેરી અને જમણેરી વિચારધારાઓ વચ્‍ચે ચર્ચા અને ખેંચતાણ થતી રહે છે. તે દરમિયાન પુણેની એક વિશેષ એમપી-એમએલએ અદાલતમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી વિરૂદ્ધ ચાલી રહેલા ગુનાઈત બદનક્ષી કેસમાં વિનાયક દામોદર સાવરકરના પ્રપૌત્ર સત્‍યકી સાવરકરે મહત્‍વપુર્ણ ઐતિહાસિક તથ્‍યોને મુદ્દે જુબાની આપી છે. સત્‍યકી સાવરકર રાહુલ ગાંધી પર તેમણે લંડનમાં આપેલા ભાષણમાં સાવરકરને બદનામ કર્યાના આક્ષેપ સાથે રાહુલ ગાંધી વિરૂદ્ધ કેસ દાખલ કર્યો હતો. સુનાવણી દરમિયાન તેમણે તે વાતનો સ્‍વીકાર પણ કર્યો હતો કે સાવરકર ગાયને ભગવાન નહોતા માનતા, પરંતુ એક ઉપયોગી પશુ જ માનતા હતા. રાહુલ ગાંધીના વકીલ મિલિન્‍દ પવારે તેમને તીખા સવાલો પુછ્‍યા હતા. સત્‍યકીએ અદાલત સમક્ષ પોતાના જવાબ આપ્‍યા હતા. સત્‍યકીએ તે વાતનો પણ સ્‍વીકાર કર્યો કે સાવરકર સેલુલર જેલમાં કાળા પાણીની સજા કાપી રહ્યા હતા ત્‍યારે તેમણે બ્રિટિશ સરકારને પાંચત વાર દયાની અરજી કરી હતી. જોકે તેમણે બચાવમાં તર્ક આપ્‍યો કે માત્ર સાવરકર જ નહીં, પરંતુ તે સમયના અન્‍ય રાજકીય કેદીઓએ પણ જેલમુક્‍તિ માટે દયાની અરજીઓ કરી હતી.

બ્રિટિશ સેનામાં ભરતી થવા અપીલ કરી હતી

દ્વિતીય વિશ્વ યુદ્ધ વખતે સાવરકરે ભારતીયોને બ્રિટિશ સેનામાં ભરતી થવા કરેલી અપીલને મુદ્દે પણ સવાલ ઉઠતા રહે છે. સત્‍યકીએ જણાવ્‍યું હતું કે સાવરકરે દુરંદેશી હોવાને કારણે આ અપીલ કરી હતી. તેમણે કહ્યું કે સાવરકર યુવાનોને સૌન્‍ય તાલીમ અને હથિયારોનો અનુભવ આપવા માંગતા હતા. યુ નેશન થિયરી મુદ્દે સત્‍યકીએ કહ્યું કે મૂળ અવધારણા સાવરકરની નહીં પરંતુ સર સૈયદ અહમન ખાનની હતી.સાવરકરે તો સમકાલીન વિવાદોને મુદ્દે માત્ર તથ્‍યાત્‍મક ટિપ્‍પણીઓ કરી હતી.

(10:23 AM IST)