<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 14th September 2026

બ્રિટનથી જુદા થઈ શકે છે સ્‍કોટલેન્‍ડ-વેલ્‍સ અને નોર્ધન આયર્લેન્‍ડ

આજે નેતાઓની બેઠકઃ આઝાદીના નિર્ણય મુદ્દે જનમત સંગ્રહ સંભવ

લંડન તા.૧૪: યુકેનાં એકજુટ રહેવા પર ફરી એકવાર સવાલ ઉઠી રહ્યાં છે. સ્‍કોટલેન્‍ડ, વેલ્‍સ અને નોર્ધન આયર્લેન્‍ડનાં નેતા સોમવારે વેલ્‍સની રાજધાની કાર્ડિફમાં બેઠક કરશે.  ત્રણેયની માગ જુદી-જુદી છે, પરંતુ તમામ યુકેની વર્તમાન વ્‍યવસ્‍થામાં મોટા પરિવર્તન ઈચ્‍છે છે.  ત્રણેય ક્ષેત્રોનાં ફર્સ્‍ટ મિનિસ્‍ટર લોકોને પોતાનું ભાવિ નક્કી કરવાનો અધિકાર આપવા માટે સંયુક્‍ત નિવેદન આપી શકે છે. તેમાં જરૂર પડ્‍યે આઝાદી કે યુકેથી જુદા થવાનાં આકરા નિર્ણય માટે જનમત સંગ્રહ કરાવવા મુદ્દે પણ વાત થઈ શકે છે.

સ્‍કોટલેન્‍ડઃ અહીંની સત્તાધારી લ્‍ફભ્‍ સ્‍કોટલેન્‍ડને યુકેથી અલગ કરી સ્‍વતંત્ર દેશ બનાવવા માગે છે.  વેલ્‍સઃ રાષ્ટ્રવાદી પાર્ટી પ્‍લાઈડ કમ્રી વેલ્‍સને જુદો દેશ બનાવવાની માગ કરે છે અને વધુ અધિકાર ઈચ્‍છે છે.

નોર્ધન આયર્લેન્‍ડઃ સત્તાધારી સિન ફેન યુકેથી અલગ થઈ આયર્લેન્‍ડ સાથે જોડાવવાની તરફેણમાં છે. પક્ષની અધ્‍યક્ષ મેરી લૂ મેકડોનાલ્‍ડ પણ બેઠકમાં સામેલ થશે.

બ્રિટનની કેન્‍દ્ર સરકાર યુકેને એકજુટ રાખવા માગે છે. જ્‍યારે સ્‍કોટલેન્‍ડ, વેલ્‍સ અને નોર્ધન આયર્લેન્‍ડમાં વધુ અધિકાર અને વર્તમાન વ્‍યવસ્‍થામાં પરિવર્તનની માગ ઉઠી રહી છે. ધ ટેલિગ્રાફનાં રિપોર્ટ અનુસાર, સ્‍કોટલેન્‍ડનાં ફર્સ્‍ટ મિનિસ્‍ટર જોન સ્‍વિની અને વેલ્‍સનાં ફર્સ્‍ટ મિનિસ્‍ટર રુન એપી ઈઓર્થવર્ટની સાથે નોર્ધન આયર્લેન્‍ડનું નેતૃત્ત્વ પણ સંયુક્‍ત નિવેદનનું સમર્થન કરી શકે છે.

ટ્રમ્‍પના નિવેદનથી આયર્લેન્‍ડનાં એકીકરણની ચર્ચા વધી અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્‍ડ ટ્રમ્‍પે હાલમાં આયર્લેન્‍ડનાં એકીકરણ પર નિવેદન આપ્‍યું હતું. શનિવારે ડબલિન પ્રવાસ પર ટ્રમ્‍પે કહ્યું કે, તે આયર્લેન્‍ડને એક દેશ તરીકે જોવા માગે છે. અમેરિકન રાષ્ટ્રપતિ આ મુદ્દે સામાન્‍ય રીતે સાવચેતી દાખવતા હોય છે. એવામાં ટ્રમ્‍પનાં આ નિવેદને ચર્ચાને ઉગ્ર બનાવી છે.

કાર્ડિફની બેઠક માત્ર યુકેથી જુદા થવાની માગ પૂરતી સિમિત નથી. ત્રણેય સ્‍થળોએ ઘણાં ટોચનાં પક્ષો યુરોપિયન યુનિયન (EU) સાથે નિકટના સંબંધો ઈચ્‍છે છે. જો ભવિષ્‍યમાં સ્‍કોટલેન્‍ડ કે વેલ્‍સ યુકેથી સ્‍વતંત્ર થઈને દેશ બને છે, તો તેઓ ચ્‍શ્નાં સભ્‍ય પદ માટે અરજી કરી શકે છે. જ્‍યારે નોર્ધન આયર્લેન્‍ડ જો આયર્લેન્‍ડ સાથે જોડાય તો તે ચ્‍શ્નો ભાગ બની જશે, કારણ કે- આયર્લેન્‍ડ પહેલાથી જ Eniે સભ્‍ય છે. યુકે ૨૦૨૦માં ચ્‍શ્‍થી બહાર થયું હતું. આ અગાઉ ૨૦૧૬માં જનમત સંગ્રહ થયું હતું, જેમાં લોકોએ EU છોડવાની તરફેણમાં મત આપ્‍યો હતો.

(10:23 AM IST)