તા. ૨૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક વદ – ૩ શુક્રવાર
News of Friday, 27th November 2026
ન્યૂજર્સીના કેપ મે કાઉન્ટીમાં દરિયાનાં પાણી શહેરોમાં ઘૂસ્યાં : અનેક રસ્તાઓ જળમગ્ન, નીચાણવાળા વિસ્તારોમાં બે થી ત્રણ ફૂટ પાણી ભરાયાં
ભારે વરસાદ, તોફાની પવન અને ઊંચી ભરતીનો ત્રિવિધ મારઃ ન્યૂજર્સીની તમામ ૨૧ કાઉન્ટીમાં સરકારે કટોકટીની સ્થિતિ જાહેર કરી

ટ્રેન્ટન, તા. ૨૭ : અમેરિકાના ન્યૂજર્સી રાજ્યના કેપ મે કાઉન્ટીમાં પ્રચંડ દરિયાઈ તોફાન અને ઊંચી ભરતીને કારણે રહેણાંક તથા વ્યાપારી વિસ્તારોમાં પાણી ફરી વળ્યાં છે. કેપ મે, સ્ટોન હાર્બર, વાઇલ્ડવુડ અને ઓશન સિટી સહિતના વિસ્તારોને પૂરની અસર થઈ છે.
સ્ટોન હાર્બરના કેટલાક વિસ્તારોમાં બે થી ત્રણ ફૂટ પાણી ભરાયાના અહેવાલ છે. કેપ મેના અનેક માર્ગો લાંબા સમય સુધી બંધ રહ્યા હતા. પાણીમાં ફસાયેલા લોકોને બચાવવાની કામગીરી પણ હાથ ધરાઈ હતી.
ગવર્નર મિકી શેરિલે રાજ્યની તમામ ૨૧ કાઉન્ટીમાં કટોકટી જાહેર કરી છે. અમેરિકાના રાષ્ટ્રીય હવામાન વિભાગે શુક્રવાર સુધી દરિયાકાંઠાના વિસ્તારોમાં પૂરનું જોખમ દર્શાવ્યું છે.
(9:43 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
