News of Tuesday, 6th October 2026
CAS સિસ્ટમને ૧ વર્ષ માટે બંધ કરી શકે છે સેબી
શેરબજાર કરતાં હો તો મોટા સમાચારઃ એફએન્ડઓ (F&O) ટ્રેડર્સ માટે મુશ્કેલીનું કારણ બનેલું ક્લોઝિંગ ઓક્શન સેશન (CAS) ટૂંક સમયમાં બંધ થઈ શકે છે : સીએએસના કારણે ટ્રેડિંગના અંતિમ ક્ષણોમાં થઈ રહેલા ભારે ઉતાર-ચઢાવે ટ્રેડર્સને મુંઝવણમાં મૂકી દીધા છે

નવી દિલ્હી,તા.૬: ભારતીય જામીનગીરી અને વિનિમય બોર્ડ (SEBI) ડેરીવેટીવ્ઝ કોન્ટ્રેક્ટ્સના સેટલમેન્ટ પ્રાઇસની ગણતરી માટે તાજેતરમાં જ લાગુ કરવામાં આવેલી ક્લોઝિગ ઓક્શન સેશન (CAS) સિસ્ટમને ઓછામાં ઓછા એક વર્ષ માટે બંધ કરી શકે છે. સીએએસ આવ્યા પછી એક્સપાયરીના દિવસોમાં ડેરીવેટીવ્ઝની કિમતોમાં અત્યાધિક અને અનિયંત્રિત ઉતાર-ચઢાવ ને જોતા સેબી સીએએસને બંધ કરવાનો નિર્ણય લઈ શકે છે. રોઇટર્સના એક રિપોર્ટમાં બે સૂત્રોના હવાલેથી આ માહિતી આપવામાં આવી છે. ખૂબ જ વધારે ઉતાર-ચઢાવના કારણે ટ્રેડર્સને ભારે જોખમનો સામનો કરવો પડી રહ્યો છે. સીએએસને લઈને સેબીએ એક કન્સલ્ટેશન પેપર જારી કર્યું છે, જેના પર આશરે ૨૦,૦૦૦ સૂચનો અત્યાર સુધી નિયામકને પ્રાપ્ત થયા છે. સેબી આ સુધારેલા નિયમોને આ જ મહિનાના અંત સુધીમાં નોટિફાય કરી શકે છે.
સેબીએ આ જ વર્ષે ઓગસ્ટમાં તે શેરો માટે ક્લોઝિગ ઓક્શન સેશન (CAS) વ્યવસ્થા લાગુ કરી હતી, જે F&O ટ્રેડિગનો હિસ્સો છે. આ હેઠળ કારોબારી દિવસના અંતમાં એક નાની ઓક્શન દ્વારા ક્લોઝિગ પ્રાઇસ નક્કી કરવામાં આવે છે. અમેરિકી અને હોંગકોંગના બજારોની તર્જ પર શરૂ કરવામાં આવેલી આ વ્યવસ્થાનો હેતુ બહેતર પ્રાઇસ ડિસ્કવરી હતો, પરંતુ જમીની સ્તર પર આની ઊંધી અસર દેખાઈ. એક્સપાયરી વાળા દિવસે આખરી પળોમાં કિમતોમાં અચાનક ઝડપી ઉતાર-ચઢાવ આવવા લાગ્યા. આનાથી નાના અને મોટા ટ્રેડર્સના સોદા અણગમતા સ્તરો પર કપાવા લાગ્યા.
હવે ૩૦ મિનિટનું VWAP બનશે ડેરીવેટીવ્ઝ પ્રાઇસિગનો આધાર- એક સૂત્રએ જણાવ્યું કે ક્લોઝિગ ઓક્શનને સ્થગિત કરીને સેબી ડેરીવેટીવ્ઝની પ્રાઇસિગ નક્કી કરવા માટે જૂના ફોર્મ્યુલા પર પાછી ફરી શકે છે. નવા પ્રસ્તાવ હેઠળ, કારોબારની આખરી ૩૦ મિનિટના વોલ્યુમ-વેઇટેડ એવરેજ પ્રાઇસ (VWAP) ને સેટલમેન્ટનો આધાર બનાવવામાં આવશે. જોકે, ઓછી લિક્વિડિટી વાળા કેશ માર્કેટમાં અંડરલાઇંગ શેરો માટે દિવસનો અંતિમ ભાવ કાઢવા માટે ક્લોઝિગ ઓક્શનનો સીમિત ઉપયોગ ચાલુ રહી શકે છે.
ઇન્ટરનેશનલ માર્કેટ્સ સાથે વધશે તાલમેલ ૩૦ મિનિટના સ્ષ્ખ્ભ્ મોડલ પર પાછા ફરવાથી ભારતીય બજાર અમેરિકા અને યુરોપીય બજારોની બેસ્ટ પ્રેક્ટિસીસની વધુ નજીક આવી જશે. વૈશ્વિક સ્તર પર પણ ડેરીવેટીવ્ઝનું સેટલમેન્ટ માત્ર એક સિગલ ક્લોઝિગ ઓક્શનના આધારે કરવાને બદલે એક નક્કી કારોબારી સમયગાળા દરમિયાન વોલ્યુમ-વેઇટેડ એવરેજ પ્રાઇસથી નક્કી કરવામાં આવે છે. આનાથી પ્રાઇસ મેનિપ્યુલેશનનું રિસ્ક ખૂબ ઓછું થઈ જાય છે.
(10:25 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
