હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
જમ્મુ-કાશ્મીરના બારામુલ્લા અને બાંદીપોરામાં સુરક્ષા દળોએ આતંકી ઠેકાણાંનો કર્યો નાશ, હથિયારોનો જથ્થો જપ્ત
બારામુલ્લાના શેરી વિસ્તાર અને બાંદીપોરાના રાનર જંગલમાં સંયુક્ત સર્ચ ઓપરેશન દરમિયાન આતંકી ઠેકાણાં બસ્ટ કરાયા, AK-47 રાઉન્ડ, હેન્ડ ગ્રેનેડ, RPG લોન્ચર સહિતનો દારૂગોળો મળ્યો

શ્રીનગર : જમ્મુ-કાશ્મીરના બારામુલ્લા અને બાંદીપોરા જિલ્લામાં સુરક્ષા દળોએ આતંકવાદીઓના ઠેકાણાં શોધી કાઢી તેનો નાશ કર્યો છે. બારામુલ્લા જિલ્લાના શેરી વિસ્તારમાં આવેલા સુચલીવારન જંગલમાં શનિવારે સર્ચ ઓપરેશન દરમિયાન એક આતંકી ઠેકાણું મળી આવ્યું હતું. સુરક્ષા દળોએ ઠેકાણામાંથી બે હેન્ડ ગ્રેનેડ, AK-47 રાઇફલના 24 રાઉન્ડ, એક વાયરલેસ એન્ટેના, એક કુહાડી, વાયર કટર અને બે છત્રી જપ્ત કરી છે. નિયમ મુજબ જપ્તી બાદ ઠેકાણાને સ્થળ પર જ નષ્ટ કરી દેવાયું હતું. આ કાર્યવાહીથી આતંકી સંગઠનોની કાશ્મીર ખીણમાં શાંતિ ડહોળવાની યોજના નિષ્ફળ બની છે. બીજી તરફ બાંદીપોરા જિલ્લાના રાનર જંગલ વિસ્તારમાં પણ સુરક્ષા દળોએ એક ઠેકાણું બસ્ટ કર્યું છે. ત્યાંથી એક RPG લોન્ચર, પાંચ RPG રાઉન્ડ, એક લાઇટ મશીન ગન, LMGના બે એમ્યુનિશન બેલ્ટ, સાત AK મેગેઝિન, 544 AK રાઉન્ડ, ત્રણ એમ્યુનિશન પાઉચ, એક પિસ્તોલ મેગેઝિન, એક ગ્રેનેડ અને પાંચ UBGL ગ્રેનેડ મળી આવ્યા છે. અધિકારીઓના જણાવ્યા મુજબ આ ઠેકાણું જૂનું લાગે છે કારણ કે મોટાભાગની સામગ્રી કાટ ખાઈ ગઈ હતી. બંને જિલ્લામાં FIR નોંધી વધુ તપાસ શરૂ કરાઈ છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
