તા. ૨૮ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૮ શુક્રવાર
પ્રેમપ્રસ્તાવ ફગાવતા આંધ્ર પ્રદેશની શાળામાં સનસનાટી: ઝાડ કાપવાના કરવત સાથે વર્ગખંડમાં ઘૂસેલા સિરફિરાએ દસમા ધોરણની છાત્રા પર કર્યો જીવલેણ હુમલો
ગંભીર રીતે ઘવાયેલી વિદ્યાર્થિની હોસ્પિટલમાં જિંદગી અને મોત વચ્ચે ઝોલા ખાતી હોવાથી સ્થિતિ નાજુક; બચાવવા વચ્ચે પડેલી અન્ય એક સહપાઠી પણ લોહીલુહાણ, આરોપી ઘટનાસ્થળેથી ફરાર

અનંતપુર (આંધ્ર પ્રદેશ): આંધ્ર પ્રદેશના અનંતપુર જિલ્લામાં આવેલા રપ્તાડુ મંડળની જિલ્લા પરિષદ હાઇસ્કૂલમાં એક ધ્રુજાવી દેનારી ઘટના સામે આવી છે. પ્રેમપ્રસ્તાવનો અસ્વીકાર કરવાથી ઉશ્કેરાયેલા એક સિરફિરા યુવકે ધોરણ ૧૦માં અભ્યાસ કરતી માસૂમ છાત્રા પર ધગધગતા વર્ગખંડમાં ઘૂસીને વૃક્ષ કાપવાના મશીન (ચેનસો/કરવત) વડે ગળા પર ઘા ઝીંકી જીવલેણ હુમલો કર્યો છે. આ ભયાનક હુમલામાં છાત્રા ગંભીર રીતે ઘવાઈ છે અને હાલ હોસ્પિટલમાં તેની હાલત અત્યંત નાજુક હોવાનું જાણવા મળ્યું છે.
ભરેલા વર્ગખંડમાં ચીસાચીસ અને લોહીની નદીઓ બહી
મળતી વિગતો અનુસાર, આરોપી હાથમાં ઝાડ કાપવાનું કરવત લઈને સીધો શાળાના વર્ગખંડમાં ધસી આવ્યો હતો. શિક્ષક અને અન્ય વિદ્યાર્થીઓ કંઈ સમજે તે પહેલાં જ તેણે દસમા ધોરણમાં ભણતી વિદ્યાર્થિની પર તૂટી પડીને ગળા, મોં, માથા અને પીઠના ભાગે કરવતના પાશવી ઘા ઝીંક્યા હતા. વિદ્યાર્થિનીને બચાવવા માટે વચ્ચે પડેલી તેની એક સહપાઠી (સાથે ભણતી વિદ્યાર્થિની) પણ આ હુમલામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી. હુમલા બાદ વર્ગખંડમાં ચીસાચીસ મચી ગઈ હતી અને આરોપી તકનો લાભ ઉઠાવી સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.
ચેતવણી આપ્યા બાદ ઉશ્કેરાયો હતો આરોપી
પ્રાથમિક પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે આરોપી પીડિતાનો દૂરનો સગા થાય છે અને છેલ્લા કેટલાક સમયથી તેને સતત હેરાન કરતો હતો. વિદ્યાર્થિનીએ તેને પોતાનાથી દૂર રહેવા અને પીછો ન કરવા માટે કડક ચેતવણી આપી હતી તેમજ આ અંગે પોતાના માતા-પિતાને પણ જાણ કરી દીધી હતી. આ વાતે રનછોડ બનેલા યુવકે બદલાની ભાવના રાખીને આ ખૂની ખેલ ખેલ્યો હતો.
મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રીએ વ્યક્ત કર્યો રોષ
ઘટના અંગે જાણ થતાં જ શાળા સત્તાધીશો અને સ્થાનિકો ગંભીર રીતે લોહીલુહાણ થયેલી વિદ્યાર્થિનીને તાત્કાલિક નજીકની હોસ્પિટલ લઈ ગયા હતા. આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુએ ભારે આક્રોશ વ્યક્ત કર્યો છે. તેમણે તબીબોને વિદ્યાર્થિનીને શ્રેષ્ઠ સારવાર આપવા આદેશ આપ્યા છે અને પોલીસને આરોપીને વહેલી તકે ઝડપી પાડી આકરામાં આકરી સજા અપાવવાની સૂચના આપી છે. આ ઉપરાંત શિક્ષણ મંત્રી નારા લોકેશે પણ આ જઘન્ય ઘટના પર ઊંડા દુઃખ અને રોષની લાગણી વ્યક્ત કરી હતી. પોલીસ હાલ ફરાર હુમલાખોરને ઝડપી પાડવા માટે જુદી જુદી ટીમ બનાવી સર્ચ ઓપરેશન ચલાવી રહી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
