News of Sunday, 12th July 2026
ગાઝિયાબાદમાં માનવતા શર્મસાર: પડીકાની લાલચ આપી 7 વર્ષની માસૂમ બાળકી સાથે સામૂહિક દુષ્કર્મ
રમવા ગયેલી બાળકીને નરાધમોએ હવસનો શિકાર બનાવી, ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે રોષ અને ચકચાર

નવી દિલ્હી : ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાંથી એક હૃદયદ્રાવક અને હચમચાવી દેતી ઘટના સામે આવી છે. અહીં માત્ર 7 વર્ષની એક નિર્દોષ બાળકી જ્યારે પોતાના મિત્રના ઘરે રમવા ગઈ હતી, ત્યારે નરાધમોએ તેને ખાવાનું પડીકું આપવાની લાલચ આપીને પોતાની જાળમાં ફસાવી હતી. ત્યારબાદ માસૂમ બાળકીને અવાવરું જગ્યાએ લઈ જઈ તેની સાથે સામૂહિક દુષ્કર્મ (ગેંગરેપ) આચરવામાં આવ્યો હતો. આ શરમાવનારી ઘટનાની જાણ થતાં જ પોલીસ પ્રશાસન દોડતું થયું છે. પોલીસે ત્વરિત ધોરણે ગુનો નોંધીને આરોપીઓને કડક સજા અપાવવા માટે ચક્રો ગતિમાન કર્યા છે, જ્યારે બાળકીને તબીબી સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે.
(2:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
