News of Friday, 6th November 2026
મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં શરદ પવાર અને પ્રફુલ્લ પટેલ વચ્ચે મુલાકાત: રાજકીય અટકળો તેજ
બંને વચ્ચે પક્ષની આગામી રણનીતિ અને રાજકીય સમીકરણો અંગે ચર્ચા થઈ હોવાની શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે

મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં NCPના વરિષ્ઠ નેતા શરદ પવાર અને પ્રફુલ્લ પટેલ વચ્ચે મુલાકાત થઈ હતી. પ્રફુલ્લ પટેલે હોસ્પિટલ પહોંચીને શરદ પવારના ખબરઅંતર પૂછ્યા હતા. આ દરમિયાન બંને નેતાઓ વચ્ચે લાંબી ચર્ચા પણ થઈ હતી. આ મુલાકાતને પગલે NCP અને શરદ પવાર જૂથના ભવિષ્યને લઈને રાજકીય વર્તુળોમાં અટકળો તેજ બની છે. ખાસ કરીને બંને વચ્ચે પક્ષની આગામી રણનીતિ અને રાજકીય સમીકરણો અંગે ચર્ચા થઈ હોવાની શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે. જોકે, મુલાકાત દરમિયાન શું ચર્ચા થઈ તે અંગે સત્તાવાર વિગતો સામે આવી નથી. બીજી તરફ, શરદ પવારે પ્રફુલ્લ પટેલને ’10 નવેમ્બર પછી ફરી મળીએ’ તેમ કહેતાં રાજકીય ચર્ચાઓને વધુ વેગ મળ્યો છે. હવે 10 નવેમ્બર બાદ બંને નેતાઓની આગામી મુલાકાત પર સૌની નજર છે.
(1:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
