તા. ૨૮ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા વદ - ૧૧, શનિવાર
News of Thursday, 28th May 2026
સરકારી નોકરી મળતાં જ પતિ-દીકરાને છોડીને પ્રેમી સાથે જતી રહી
કાળી મજૂરી કરી, જમીન વેચીને પત્નીને ભણાવી વૈશાલીથી એક એવી ઘટના સામે આવી છે, જેણે સંબંધો, વિશ્વાસ અને પરિવારને લઈને ઘણા સવાલો ઊભા કરી દીધા છે

વૈશાલી તા.૨૮: વૈશાલીથી એક એવી ઘટના સામે આવી છે, જેણે સંબંધો, વિશ્વાસ અને પરિવારને લઈને ઘણા સવાલો ઊભા કરી દીધા છે. એક પતિએ પોતાની ગ્ભ્લ્ઘ્ શિક્ષિકા પર કોલેજના જૂના પ્રેમી સાથે રહેતી હોવાનો આરોપ લગાવ્યો છે. પતિનો દાવો છે કે, પત્નીને ભણાવવા માટે તેણે કાળી મજૂરી કરી અને પોતાની જમીન પણ વેચી નાખી. પરંતુ નોકરી મળતાં જ પત્ની તેને અને તેના ૧૦ વર્ષના છોકરાને છોડીને જતી રહી.
સમગ્ર ઘટના હાજીપુર નગર પોલીસ સ્ટેશન વિસ્તારની છે. પીડિત પતિએ જણાવ્યું કે, વર્ષ ૨૦૧૩માં તેના લગ્ન થયા હતા. લગ્ન પછી પત્નીનો અભ્યાસ ચાલુ રાખવા માટે તેણે દિવસ-રાત મજૂરી કરી. શહેરમાં ભાડાનું મકાન લઈને રહેતો હતો. જેથી તેની પત્ની ભણી શકે. આર્થિક તંગી થતાં પત્નીનો અભ્યાસ અટકવા દીધો નહીં. તેના માટે તેણે પોતાની પૈતૃક જમીન પણ વેચી નાખી. ગ્રેજ્યુએશન અને બીએડ પૂર્ણ કર્યા પછી BPSC TRE-2 પરીક્ષા પાસ કરી અને શિક્ષિકા બની. નોકરી મળતા જ તેનું વર્તન બદલાઈ ગયું.
પીડિત પતિનો આરોપ છે કે, ટ્રેનિગ દરમિયાન પત્ની અને તેનો કોલેજનો મિત્ર એક-બીજાની નજીક આવ્યાં હતા. પતિએ આરોપ લગાવ્યો છે કે ૨૩ મેના રોજ હાજીપુરના લિચ્છવિ નગર સ્થિત ભાડાના મકાનમાં તેણે પત્નીને તેના પ્રેમી સાથે રંગેહાથ પકડી લીધી હતી. ત્યાર બાદ પોલીસને જાણ કરી હતી. જો કે, પોલીસ પહોંચે એ પહેલા જ સ્થાનિક લોકો અને મકાન માલિકે ઘટના સ્થળે પહોંચી મામલો થાળે પાડ્યો હતો.
પત્ની અને તેનો પતિ હવે એકબીજા સાથે રહેવા માગતા નથી. મહિલાએ કહ્યું કે, તે પોતાના પ્રેમી સાથે રહેશે. ૧૦ વર્ષના બાળકે પોતાના મા પર ગંભીર આરોપ લગાવતા કહ્યું કે, તે હવે પોતાની મા સાથે નહીં રહે.
નગર સ્ટેશન એચએચઓ સિકંદર કુમારે જણાવ્યું કે, ડાયર ૧૧૨ પોલીસ મહિલા અને તેના પ્રેમીને પકડીને પોલીસ સ્ટેશને લઈ આવી હતી. પતિના નિવેદન પર ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસના જણાવ્યાં અનુસાર, ભારે સમજાવટ છતાં બંને એકબીજાની સાથે રહેવા માગતા નથી.
(2:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
