<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th July 2026

શ્રી રામકથા અમારા માટે નવ દિવસીય ‘‘હોલીડેઝ'' છે : પૂ. મોરારીબાપુ

દક્ષિણ આફ્રિકાનાં કેરિયોમાં ‘‘માનસ રથયાત્રા'' શ્રી રામકથા છઠ્ઠો દિવસ

રાજકોટ, તા. ર૪ :  શ્રી રામકથા અમારા માટે નવદિવસીય ‘‘હોલીડેઝ'' છે તેમ પૂ. મોરારીબાપુએ જણાવ્‍યું હતું. વેદનું નિરંતર અધ્‍યયન કરવું પડે છે, એમાં રજા નથી હોતી વ્‍યાકરણ અધ્‍યયનમાં ચાર રજાઓ હતી, આશ્રમોમાં છાત્રો ઋષિ મુનિઓ પાસે અધ્‍યયન કરતા ત્‍યારે વેદ અધ્‍યયનમાં રજા ન હોય, એ નિરંતર ભણવાનું હોય છે.

આદિ જગદ્‌્‌ગુરૂ શંકરાચાર્યજી, એ આપણને સાદા-સરળ પાંચ માર્ગો બતાવ્‍યા છે. જે આપણે જીવનમાં કરી શકીએ જગદગુરૂએ ‘‘ઉપદેશ પંચકમ''માં સરળતાથી સમજાવ્‍યું છે એ પાંચ શ્‍લોક અત્‍યંત મહત્‍વના છે.

કેન્‍યા-કેરિયો, પરદેશની ભૂમિ પર પ્રવાહિત થઇ રહેલી રામકથા ‘‘માનસ રથયાત્રા'' ગઇકાલે છઠ્ઠા દિવસમાં પ્રવેશ હતી. કથાનો મંગલ પ્રેમ સંવાદ આગળ ધપાવવા પૂ. મોરારીબાપુએ કહ્યુ કે એક  યુવતીનો પ્રશ્‍ન છે કે બાપુ, અંતર યાત્રા કેવી રીતે કહી શકાય ? શ્‍વેતાશ્‍વેતર ઉપનિષદનો એક મંત્ર છે, એ મંત્રમાં આંતરિક રથયાત્રા કેવી રીતે થાય એના માટેનો માર્ગ બતાવ્‍યો છે. આપણા શાષાોએ, પુરાણ -ઉપષિદોએ કેટકેટલું કામ કર્યુ છે આપણા સૌના જીવન માટે, ડગલેને પગલે આપણને રાડુ બગડે એ માટે ભારતીય ઋષિઓએ પોતાનું જીવન સમર્પિત કર્યુ છે.

ગઇકાલેની શ્રી રામ કથામાં અમદાવાદના જગન્નાથ મંદિરના દિલિપદાસબાપુ તથા નિર્મોહિ અખાડાના મંત્રી રાજેન્‍દ્રદાસબાપુની ઉપસ્‍થિત રહી હતી. એમણે વ્‍યાસપીઠની અને પ્રિયબાપુની વંદના કરી હતી. દિલિપદાસ બાપુએ પ્રાસંગિક ઉદ્‌્‌બોધનમાં પોતાની પ્રસન્‍તતા વ્‍યકત કરી હતી. (મનોજ જોશી ‘‘મજો'' રાજકોટ મો. ૮૧૪૦ર ૧૩૧૩૦, મો. ૯૪ર૬ર ૪ર૧૧પ)

(3:23 PM IST)