News of Friday, 22nd May 2026
‘શ્રી સત્યસાઇ હાર્ટ હોસ્પિટલ’નો માનવતા ભર્યો સંકલ્પ : જયપુર નિઃશુલ્ક હાર્ટ કેમ્પમાં કુલ ૩૪૦ બાળકોના હૃદયની નિષ્ણાંત ડોકટરો દ્વારા તપાસ કરવામાં આવી
શ્રી સત્યસાઇ હાર્ટ હોસ્પિટલ નિઃસહાય માતા-પિતા નાણાંના અભાવે હૃદયરોગથી પીડિત સંતાનોના ઓપરેશનનો વિનામૂલ્યે કરવામાં આવે છે : એકમાત્ર આશાનું કિરણ બની રહી છે : શ્રી સત્યસાઇ હાર્ટ હોસ્પિટલ દ્વારા આયોજિત આ વિશાળ કેમ્પમાં કુલ ૩૪૦ બાળકોના હૃદયની નિષ્ણાંત ડોકટરો દ્વારા તપાસ કરવામાં આવી હતી, જેમાંથી ૧૩૪ બાળકોને હાર્ટ સર્જરી અને વિશેષ સારવાર માટે પસંદ કરવામાં આવ્યા

જયપુર ખાતે તા. ૧૭-૫-૨૦૨૬ના રોજ શ્રી સત્યસાઇ હાર્ટ હોસ્પિટલ અમદાવાદ અને રાજકોટ દ્વારા આયોજિત નિઃશુલ્ક હાર્ટ કેમ્પમાં હૃદયરોગથી પીડિત બાળકો માટે આશાની નવીકિરણ ઉજાગર થઇ.
અમદાવાદ અને રાજકોટ સ્થિત શ્રી સત્યસાઇ હાર્ટ હોસ્પિટલ દ્વારા આયોજિત આ વિશાળ કેમ્પમાં કુલ ૩૪૦ બાળકોના હૃદયની નિષ્ણાંત ડોકટરો દ્વારા તપાસ કરવામાં આવી હતી જેમાંથી ૧૩૪ બાળકોને હાર્ટ સર્જરી અને વિશેષ સારવાર માટે પસંદ કરવામાં આવ્યા.
હોસ્પિટલ તરફથી માત્ર સર્જરી જ નહીં પરંતુ દવાઓ, રહેવાની તથા ભોજનની સંપૂર્ણ નિઃશુલ્ક વ્યવસ્થા પણ કરવામાં આવશે. આ માનવતા ભરી પહેલ અનેક પરિવારો માટે આશીર્વાદ સમાન બની છે. રાજસ્થાનના સાંસદ શ્રી ચુન્નીલાલ ગરાસિયા તેમજ રાજસ્થાન હાઇકોર્ટના સિનિયર એડવોકેટ શ્રી સુધીર ગુપ્તા ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોએ હોસ્પિટલની નિઃસ્વાર્થ સેવા અને માનવકલ્યાણના કાર્યને બિરદાવ્યું.
કાર્યક્રમ દરમિયાન રાજસ્થાનના રાજ્યપાલ શ્રી હરિભાઉ કિશનરાવબાગડે, રાજસ્થાનના વિવિધ જિલ્લાઓમાંથી અનેક પરિવારો પોતાના બાળકોને લઇને કેમ્પમાં પહોંચ્યા હતા. ઘણા બાળકોમાં પ્રથમ વખત ગંભીર હૃદયરોગની ઓળખ થઇ હતી. નિષ્ણાંત ડોકટરોની ટીમે દરેક બાળકની વિગતવાર તપાસ કરીને જરૂરી સારવાર અને સર્જરી માટે માર્ગદર્શન આપ્યું.
આ સમગ્ર કેમ્પને સફળ બનાવવાના લગભગ ૨૦૦ સેવાદળ કાર્યકર્તાઓએ નોંધણી, માર્ગદર્શન અને દર્દી સહાય જેવી વિવિધ જવાબદારીઓ નિષ્ઠાપૂર્વક સંભાળી હતી.
(2:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
