News of Saturday, 9th May 2026
પ.બંગાળમાં આજથી શુભેન્દુનું રાજઃ ભવ્ય શપથવિધિઃ પીએમ મોદીના બંગાળની જનતાને દંડવત પ્રણામ : જુઓ વિડીયો
બંગાળમાં આજથી ભગવો લહેરાયોઃ મુખ્યમંત્રી ઉપરાંત પાંચ ધારાસભ્યો બન્યાં મંત્રી : શપથવિધિ સમારોહમાં પીએમ મોદી-ગૃહમંત્રી શાહ, NDAના દિગ્ગજોઃ ભાજપ શાશિત રાજયોના મુખ્યમંત્રીઓ વગેરે હાજર રહયાં

નવી દિલ્હી, તા.૯: આજની તારીખ પヘમિ બંગાળના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાશે. સુવેન્દુ અધિકારીએ બંગાળીમાં મુખ્યમંત્રી પદના શપથ લીધા. આ પછી, તેમણે મંચ પર હાજર મહેમાનોને મળ્યા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુભેચ્છા પાઠવી. દિલીપ ઘોષ શપથ લેનારા બીજા હતા. દિલીપ ઘોષ ભાજપના પ્રદેશ પ્રમુખ અને સાંસદ રહી ચૂકયા છે. તેઓ ભાજપના ઉપાધ્યક્ષ તરીકે પણ સેવા આપી ચૂકયા છે. આ ઉપરાંત, ભાજપ મહિલા નેતા અગ્નિમિત્રા પોલે પણ શપથ લીધા. તેઓ સતત બે વખત વિજેતા રહી ચૂકયા છે. આ ઉપરાંત, નિશીથ પ્રમાણિક પણ સુવેન્દુની સરકારમાં મંત્રી બન્યા છે. નિશીથ પ્રમાણિક નરેન્દ્ર મોદીની સરકારમાં મંત્રી તરીકે પણ સેવા આપી ચૂકયા છે. શપથ ગ્રહણ સમારોહનો સંપૂર્ણ વીડિયો આ વીડિયોમાં જુઓ. સમારોહમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની હાજરી અને ૯૦ વર્ષીય ભાજપ કાર્યકર માખનલાલ સરકાર પ્રત્યે તેમનું સન્માન સમગ્ર કાર્યક્રમનો સૌથી ભાવનાત્મક ભાગ હતો.
પીએમ મોદીએ બંગાળના લોકો સમક્ષ માથું નમાવ્યું, જેમ ભક્તો મંદિરમાં ભગવાનને નમન કરે છે. પીએમ મોદીએ ફરી એકવાર ૨૦૧૪ ની લોકસભા ચૂંટણીની યાદો તાજી કરી. ૨૦૧૪ ની લોકસભા ચૂંટણીમાં જબરદસ્ત વિજય સાથે જીત્યા પછી જ્યારે પીએમ મોદી પહેલી વાર સંસદ ભવનમાં પ્રવેશ્યા, ત્યારે તેમણે લોકશાહીના મંદિર, સંસદ ભવનમાં પણ એવી જ રીતે નમન કર્યું.
સુવેન્દુ અધિકારી જે એક સમયે ટીએમસીના પાયાના નેતા હતા, તેમણે આજે બંગાળના શાસનધૂરા સંભાળી છે. આ સફર આસાન નહોતી; તેમણે ૨૦૨૬ની ચૂંટણીમાં મમતા બેનર્જીને તેમના જ ગઢ ગણાતા ભવાનીપુરમાં ૧૫,૦૦૦ થી વધુ મતોથી હરાવીને રાજકીય ઇતિહાસ રચી દીધો હતો. શપથ ગ્રહણ પછી જ્યારે સુવેન્દુએ પીએમ મોદીના ચરણ સ્પર્શ કર્યા, ત્યારે પ્રધાનમંત્રીએ તેમને ઉમળકાભેર ગળે લગાવ્યા હતા. સંપૂર્ણ ભગવા વષાોમાં સજ્જ સુવેન્દુ અધિકારીનો આ અંદાજ બંગાળમાં પરિવર્તનની લહેરનો સંકેત આપી રહ્યો છે.
આ સમારોહ માત્ર રાજ્ય પૂરતો મર્યાદિત નહોતો, પરંતુ રાષ્ટ્રીય સ્તરે ભાજપની તાકાતનું પ્રદર્શન હતું. ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ, દિલ્હીના સીએમ રેખા ગુપ્તા અને હરિયાણાના સીએમ નાયબ સિંહ સૈની સહિત અનેક રાજ્યોના મુખ્યમંત્રીઓ આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બન્યા હતા. -ધાનમંત્રી મોદી જ્યારે ખુલ્લી જીપમાં જનમેદનીનું અભિવાદન ઝીલતા પહોંચ્યા, ત્યારે જય શ્રી રામના નારાથી આખું કોલકાતા ગુંજી ઉઠ્યું હતું. ૧૫ વર્ષના ટીએમસી શાસનના અંત પછી હવે બંગાળના લોકો આ નવી સરકાર પાસે વિકાસ અને શાંતિની નવી આશા રાખી રહ્યા છે.
નવા સંસદ ભવનનું ઉદ્ધાટન કરતી વખતે, જ્યારે ઐતિહાસિક રાજદંડ, સેંગોલ, સ્પીકરની બેઠક પાસે સ્થાપિત કરવામાં આવ્યો, ત્યારે પીએમ મોદીએ તેને અનોખા રીતે નમન કર્યું. બંગાળમાં ફરી એકવાર આવું જ દ્રશ્ય જોવા મળ્યું. કોલકાતાના બ્રિગેડ ગ્રાઉન્ડ પર પહોંચ્યા પછી, પીએમ મોદીએ લોકોને નમન કર્યા અને ઐતિહાસિક જનાદેશ બદલ તેમનો આભાર માન્યો. જ્યારે પીએમ મોદીએ નમન કર્યું, ત્યારે સ્ટેજ પર હાજર બધા નેતાઓ તાળીઓ પાડવા લાગ્યા. (રર.૧૨)
(2:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
