<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 4th July 2026

સીતારામ...પૂજ્‍ય ધીરેન્‍દ્ર શાસ્‍ત્રીનો જન્‍મદિવસ

બાલ્‍યાવસ્‍થાના સંઘર્ષથી લઈને સનાતન ધર્મના વૈશ્‍વિક પ્રચારક સુધીની સફર

(જીતેન્‍દ્ર રૂપારેલિયા) વાપીઃ  બાગેશ્વર ધામ સરકાર  પૂજય ધીરેન્‍દ્ર શાસ્‍ત્રીજીનો આજે જન્‍મ દિવસ છે. પંડીત ધીરેન્‍દ્ર કૃષ્‍ણ શાસ્‍ત્રીજીનો જન્‍મ ૪ થી જુલાઈ ૧૯૯૬ ના રોજ મધ્‍ય પ્રદેશના છતરપુર જિલ્‍લાના ગડા ગામમાં એક સામાન્‍ય બ્રાહ્મણ પરિવારમાં થયો હતો, બાળપણ માં પરિવારની આર્થિક સ્‍થિતિ સામાન્‍ય હતી,  તેમણે પોતાના દાદા સંત શ્રી ભગવાનદાસ ગર્ગજી પાસેથી રામકથા, સનાતન ધર્મ અને આધ્‍યાત્‍મિક સંસ્‍કારો મેળવ્‍યાહતા. આપણે જો બાગેશ્વર ધામ વિશે જોઈએ તો બાગેશ્વર ધામ મધ્‍ય પ્રદેશના છતરપુર જિલ્‍લા માં આવેલું પ્રસિદ્ધ હનુમાનજીનું તીર્થસ્‍થાન છે, અહીં દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ દર્શન અને અરજીઓ માટે આવે છે , ધીરેન્‍દ્ર શાસ્‍ત્રીજી આ ધામ ના પીઠાધીશ્વર તરીકે સેવા આપે છે. ધીરેન્‍દ્ર શાસ્‍ત્રીજી મુખ્‍યત્‍વે તેમની શ્રી રામકથા, હનુમાનજી ની ભક્‍તિ, સનાતન ધર્મના પ્રચાર અને દિવ્‍ય દરબાર માટે જાણીતા છે, ભારત ઉપરાંત અમેરિકા, બ્રિટન, ઓસ્‍ટ્રેલિયા, દુબઈ, નેપાળ સહિત અનેક દેશો માં તેમની કથાઓ યોજાઈ છે. સનાતન ધર્મ ના પ્રચાર-પ્રસાર માટે દેશ-વિદેશમાં પ્રવાસ પણ કરે છે. બાબા શિક્ષણ અને આરોગ્‍ય ક્ષેત્રે બાગેશ્વર ધામ ખાતે ભવ્‍ય ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરતા રહેતા હોય છે.

ધીરેન્‍દ્ર શાસ્‍ત્રીજી ના દિવ્‍ય દરબારમાં ભક્‍તોની અરજીઓ સાંભળવામાં આવે છે , ઘણા ભક્‍તોઆને દૈવી કૃપા માને છે, જ્‍યારે કેટલાક લોકો તેના વિશે અલગ-અલગ મતો ધરાવે છે. આ વિષય પર જાહેર ચર્ચાઓ પણ થઈ છે.

ધીરેન્‍દ્ર શાસ્‍ત્રીજી અનેક સમાજ સેવા પણ સાથે જોડાયેલા છે  ગરીબ પરિવારોને મદદ, નિઃશુલ્‍ક અન્નદાન ,  ગૌશાળાનું સંચાલન, જરૂરિયાતમંદોને સહાય, સનાતન સંસ્‍કૃતિના જાગરણ માટે વિવિધ અભિયાનો હાથ ધરતા હોય છે.

ધીરેન્‍દ્ર શાસ્‍ત્રીજી વારંવાર કહે છે કે તેઓ પોતે કોઈ ચમત્‍કાર કરતા નથી; જે કંઈ થાય છે તે બાગેશ્વર બાલાજી (હનુમાનજી)ની કૃપાથી થાય છે.

બગેશ્વર ધામ સરકાર જીવન નો સંદેશ આપતા કહે છે કે  ભગવાન શ્રીરામ અને હનુમાનજી પ્રત્‍યે અડગ ભક્‍તિ રાખો ,સનાતન ધર્મ અને ભારતીય સંસ્‍કૃતિનું રક્ષણ કરો, માતા-પિતાની સેવા કરો, વ્‍યસનમુક્‍ત જીવન જીવો, ગૌ સેવા અને જરૂરિયાતમંદોની સેવા કરો, સમાજમાં એકતા, પ્રેમ અને સદાચાર વધારવાનો પ્રયત્‍ન કરો.

ધીરેન્‍દ્ર શાસ્‍ત્રીજીની કથા ઓ અને પ્રવચનો સોશિયલ મીડિયા પર કરોડો લોકો સુધી પહોંચે છે.

તેમની સભાઓમાં લાખો ભક્‍તો હાજરી આપે છે , તેઓ હનુમાનજી ના પરમ ભક્‍ત તરીકે ઓળખાય છે , યુવાનો માં સનાતન ધર્મ પ્રત્‍યે જાગૃતિ લાવવા માટે તેઓ સતત પ્રયત્‍નશીલ છે. 

(3:15 PM IST)