News of Saturday, 25th April 2026
...તો ‘ડેટા પ્લાન' મોંઘો થશે, ‘ઓન્લી વોઈસ-SMS પ્લાન' સસ્તો થશે
સરકારે ટેલીકોમ કંપનીઓને શું આદેશ કર્યો ?

નવી દિલ્હી તા.૨૫: ભારતીય ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી (TRAI)એ ટેલિકોમ કંપનીઓ માટે એક મહત્વની સમયમર્યાદા નક્કી કરી છે. તે મુજબ ૨૮ એપ્રિલ સુધીમાં તમામ ઓપરેટરોએ તેમના ટેક્સ સિસ્ટમમાં ફેરફાર કરીને દરેક વેલિડિટી માટે ‘વોઈસ અને લ્પ્લ્-ઓન્લી' પ્લાન ફરજીયાત ઉપલબ્ધ કરાવવા પડશે. આ પ્લાન્સને વેબસાઈટ, મોબાઈલ એપ અને રિટેલ આઉટલેટ્સ પર સ્પષ્ટપણે દર્શાવવા પણ ફરજિયાત રહેશે. એટલે કે, ગ્રાહકો માટે ડેટા, વોઈસ અને લ્પ્લ્ના જેટલા પણ પ્લાન ઉપલબ્ધ છે, તેટલા જ પ્લાન ‘માત્ર વોઈસ કોલ' માટે પણ રાખવા પડશે.
TRAi ના ડ્રાફટ નોટિફિકેશન મુજબ, અત્યારે જેટલા પણ ડેટૉવોઈસૅલ્પ્લ્ વાળા પ્લાન આપવામાં આવી રહ્યા છે, તેટલી જ વેલિડિટીવાળા અલગથી ‘વોઈસ ઓન્લી પ્લાન' આપવા પડશે. ‘વોઈસ ઓન્લી પ્લાન' કિમત વર્તમાન ડેટાવાળા પ્લાનમાંથી ડેટા વપરાશને બાદ કરીને ઓછી રાખવી પડશે. આ નિર્ણય એટલા માટે લેવામાં આવ્યો છે, કારણ કે દેશમાં મોટી સંખ્યામાં એવા ગ્રાહકો છે (ખાસ કરીને વડીલો, ગ્રામીણ અને ઓછી આવક ધરાવતો વર્ગ) જેમને ડેટાની જરૂર હોતી નથી, છતાં તેમને મજબૂરીમાં ડેટા સાથેના મોંઘા પ્લાન લેવા પડે છે.
આ નિર્ણય બાદ એવી ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે કે, એકતરફ માત્ર વોઈસ કોલ અને SMS વાપરનારા ગ્રાહકોને મોટી રાહત મળી શકે છે, તો બીજી તરફ એવી આશંકા પણ સેવાઈ રહી છે કે, આવનારા સમયમાં ડેટા પ્લાન મોંઘા થઈ શકે છે.
વર્તમાનમાં તમામ ટેલિકોમ કંપનીઓ દરેક પ્લાનમાં ફરજીયાત ડેટા આપે છે, તેથી જ જેને જરૂર નથી, તેઓ પણ ડેટા પ્લાન લેવા મજબૂર થાય છે. હવે કંપનીઓ માટે ચિંતાની વાત એ છે કે, જો ડેટોવોઈસ SMS વાળા પ્લાનમાંથી ડેટા સાથે ડેટાનો ખર્ચ કાઢી નાખવામાં આવે તો તેમને નુકસાન થઈ શકે છે. કારણ કે દેશમાં અનેક મોબાઈલ યુઝર્સ એવા પણ છે, તેમને ડેટાની જરૂર નથી. તેથી જ કંપનીઓ પોતાના આ નુકસાનની ભરપાઈ કરવા માટે ડેટાવાળા પ્લાનમાં વધારો કરી શકે છે, જેના કારણે મોટાભાગના ડેટા યુઝર્સ માટે પ્લાન મોંઘો થઈ શકે છે, તો સસ્તો પ્લાન અમુક લોકો માટે રાહત બની શકે છે.
(9:44 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
