<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 28th September 2026

બોઈંગ ૭૩૭ મેકસ વિમાનોમાં સોફટવેર ખામીઃ ઉકેલના પ્રયાસો ચાલુ

સલામતી માટે કંપની દ્વારા એડ્‍વાઈઝરી બહાર પડાઈ : લેન્‍ડિંગ સમયે ઓટોમેટિક ગાઈડન્‍સ સીસ્‍ટમ બંધ થવાની સંભાવના વચ્‍ચે ભારતીય એરલાઈન્‍સ એલર્ટ

નવી દિલ્‍હી,તા.૨૮: વિમાન નિર્માતા કંપની બોઈગે તેના કેટલાક ૭૩૭  વિમાનોમાં એક ગંભીર સોફટવેર ખામી શોધી કાઢી છે. આ ખામીને કારણે લેન્‍ડિંગનો પ્રથમ પ્રયાસ નિષ્‍ફળ જાય અને ફરી પ્રયાસ કરવામાં આવે ત્‍યારે ઓટોમેટેડ ફલાઈટ ગાઈડેન્‍સ સીસ્‍ટમ અચાનક બંધ થઈ શકે છે. બોઈગ આ ટેકનીકલ ખામીના કાયમી ઉકેલ માટે સોફટવેર અપડેટ પર કામ કરી રહ્યું છે.

બોઈંગના પ્રવક્‍તાએ સ્‍પષ્ટતા કરી છે કે તેમણે ગયા મહિને જ તમામ ૭૩૭ઓપરેટરોને આ સમસ્‍યા વિશે માહિતગાર કર્યા હતા. જ્‍યાં સુધી સોફટવેર અપડેટ ન મળે ત્‍યાં સુધી પાયલટોને સલામત લેન્‍ડિંગ માટે નિર્ધારીત પ્રક્રિયાઓ અનુસરવા અને મિસ્‍ડ એપ્રોચ પછી સીસ્‍ટમને તરત રિસેટ કરવા સાવચેતીના પગલારૂપે એક એડ્‍વાઈઝરી પણ જારી કરવામાં આવી

ભારતમાં એર ઈન્‍ડિયા એક્‍સપ્રેસ અને આકાસા એર મળીને આશરે ૯૬ બોઈંગ ૭૩૭ મેક્‍સ વિમાનોનું સંચાલન  કરે છે, જેમાં એર ઈન્‍ડિયા એક્‍સપ્રેસ પાસે ૫૩ જ્‍યારે આકાસા પાસે ૪૩  તેમની તમામ ફલાઈટ્‍સ હાલ નિયમો અનુસાર સુરક્ષિત રીતે કાર્યરત છે.

વિશ્વભરમાં બોઈંગે ૨,૪૦૦થી વધુ ૭૩૭ મેક્‍સ વિમાનો વેંચ્‍યા છે. આ દરમ્‍યાન યુરોપિયન કંપની એરબસના એ૩૨૧ નીઓ વિમાનોના ફયુઝલેજ કોટિગમાં ગુણવત્તા સંબંધિત ખામી સામે આવી છે, જેમાંથી ઈન્‍ડિગોના લગભગ એક ડઝન વિમાનો પ્રભાવિત થયા છે.

(10:09 AM IST)