News of Sunday, 19th July 2026
નીટ પેપર લીક કૌભાંડ મામલે જંતર-મંતર પર ભૂખ હડતાળ પર ઉતરેલા સોનમ વાંગચુકના મેડિકલ રિપોર્ટના આંકડા છુપાવ્યાનો ગંભીર આરોપ લગાવી તેમની ગેરકાયદે અટકાયત વિરુદ્ધ દિલ્હી હાઈકોર્ટમાં પત્ની ગીતાંજલિએ રિટ
દાખલ કરી, આંદોલનનું સુકાન સાંભળ્યું: જ્યારે સોનમ વાંગચુકે હોસ્પિટલમાંથી જ હસ્તલિખિત ચિઠ્ઠી દ્વારા દેશવાસીઓને ચોમાસુ સત્ર દરમિયાન સંસદ માર્ચને સફળ બનાવવા માટે ભાવુક અપીલ કરી છે

નવી દિલ્હી: નીટ પેપર લીક કૌભાંડ અને શિક્ષણ ક્ષેત્રે સુધારાની માંગ સાથે દિલ્હીના જંતર-મંતર પર ભૂખ હડતાળ પર બેઠેલા સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુકના આંદોલનમાં મોટો વળાંક આવ્યો છે.
ઉપવાસના ૨૧મા દિવસે વહેલી સવારે પોલીસે અચાનક કાર્યવાહી કરીને વાંગચુકને સફદરજંગ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. હવે તેમના પત્ની ગીતાંજલિ આંગમોએ હોસ્પિટલ પર સારવારમાં પારદર્શિતાના અભાવનો ગંભીર આક્ષેપ લગાવીને દિલ્હી હાઈકોર્ટમાં તાકીદની સુનાવણી માટે અરજી કરી છે.
તેમણે હોસ્પિટલના રોકાણને ગેરકાયદે અટકાયત ગણાવીને તેમને ખાનગી હોસ્પિટલમાં શિફ્ટ કરવાની મંજૂરી માંગી છે. ગીતાંજલિએ સોશિયલ મીડિયા પર દાવો કર્યો કે સરકારી હોસ્પિટલે પોટેશિયમ લેવલ ૨.૯ હોવાનું કહી ચોક્કસ આંકડો છુપાવ્યો, જ્યારે પ્રાઈવેટ લેબોરેટરીમાં તપાસ કરાવતા પોટેશિયમ ૩.૫ આવ્યું હતું જે નોર્મલ છે.
વાંગચુક હોસ્પિટલના જે ફ્લોર પર છે ત્યાં ૩૦ જવાનો સહિત ૧૦૦ થી વધુ પોલીસકર્મીઓ તૈનાત કરાયા છે.
શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ સાથે કોકરોચ જનતા પાર્ટીના બેનર હેઠળ ૨૮ જૂનથી ઉપવાસ પર બેઠેલા વાંગચુકે હસ્તલિખિત સંદેશ મોકલી સંસદ માર્ચ સફળ બનાવવા દેશવાસીઓને અપીલ કરી છે.
અગાઉ સોનમ વાંગચુક રાષ્ટ્રીય સુરક્ષા કાયદા હેઠળ ૬ મહિના જેલવાસ ભોગવી ચૂક્યા છે.
(2:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
