તા. ૪ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૪ મંગળવાર
News of Wednesday, 15th July 2026
સોનમ વાંગચુકનું સ્વાસ્થ્ય ગંભીર: દિલ્હી હાઈકોર્ટમાં અરજી, તાત્કાલિક તબીબી હસ્તક્ષેપ અને ફોર્સ-ફીડિંગની માંગ
આંદોલનકારીના વજનમાં ૮.૫ કિલોનો ઘટાડો નોંધાયો, બે દિવસમાં જીવનું જોખમ હોવાની આશંકા વચ્ચે અદાલતના દરવાજા ખખડાવાયા

નવી દિલ્હી: કેન્દ્રિય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ સાથે ૨૮ જૂનથી અનિશ્ચિતકાલીન ભૂખ હડતાળ પર ઉતરેલા જાણીતા પર્યાવરણવિદ અને કાર્યકર સોનમ વાંગચુકની તબિયત અત્યંત નાજુક બની છે. સતત ચાલી રહેલી આ હડતાળને કારણે તેમના શરીરમાંથી ૮.૫ કિલો જેટલું વજન ઘટી ગયું છે, જેના પગલે આગામી બે દિવસમાં તેમના જીવને ગંભીર જોખમ હોવાની ભીતિ સેવાઈ રહી છે. આ ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને દિલ્હી હાઈકોર્ટમાં એક જાહેર હિતની અરજી (PIL) દાખલ કરવામાં આવી છે, જેમાં તેમને હોસ્પિટલમાં ખસેડીને તાત્કાલિક અસરથી ફોર્સ-ફીડિંગ (જબરદસ્તીથી ખોરાક આપવા) માટે નિર્દેશ આપવાની માંગ કરવામાં આવી છે.
દેશના શિક્ષણ ક્ષેત્રમાં ચાલી રહેલી અનિયમિતતાઓ અને પરીક્ષા પત્રોના લીક થવાના મુદ્દે સોનમ વાંગચુક છેલ્લા ૨૦ જૂનથી વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા, જે બાદ ૨૮ જૂનથી તેમણે આમરણાંત ઉપવાસ શરૂ કર્યા હતા. આ મામલાની ગંભીરતાને જોતા એક કાર્યકર-વકીલ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે. અદાલતના મુખ્ય ન્યાયાધીશ દેવેન્દ્ર કુમાર ઉપાધ્યાય અને ન્યાયાધીશ તેજસ કારિયાની ખંડપીઠ સમક્ષ આ કેસની સુનાવણી બુધવારે નક્કી કરવામાં આવી છે.
અરજીમાં સરકારને જવાબદાર ઠેરવતા તાત્કાલિક તબીબી હસ્તક્ષેપની માંગ કરાઈ છે, જેથી વાંગચુકના જીવનની રક્ષા થઈ શકે. શિક્ષણ પ્રણાલીમાં રહેલી ખામીઓ સામે અવાજ ઉઠાવી રહેલા વાંગચુકના સમર્થનમાં ઉઠેલા આ પગલાં બાદ હવે સમગ્ર દેશની નજર દિલ્હી હાઈકોર્ટના ચુકાદા પર ટકેલી છે.
(2:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
