News of Monday, 2nd November 2026
વડાપ્રધાનની બે દિવસીય મુલાકાત પૂરી થતાં ગંજીપો ચિપાવાની અટકળો
આઇએએસ અને આઇપીએસ અધિકારીઓની બદલીઓનો ગંજીપો ગમે ત્યારે ચિપાય એવી અટકળો

જાહેરજીવનના ૨૫ વર્ષ પૂરાં થયા પછી પહેલી વખત વડાપ્રધાન મોદી ગુજરાતના બે દિવસના પ્રવાસે આવ્યા હતા. જોગાનુજોગ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે પદભાર સંભાળ્યા પછી એમના નેતૃત્વની સરકારનો પહેલો સાર્વજનિક કાર્યક્રમ ગરીબ કલ્યાણ મેળાનો આરંભ બનાસકાંઠાના ડીસાથી થયો હતો, એને પણ ૨૫ વર્ષ પૂરાં થયા. પીએમના ડ્રીમ પ્રોજેક્ટ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે લોહપુરુષ સરદાર વલ્લભભાઇ પટેલની ૧૫૧મી જન્મજયંતિ નિમિત્તે એકતાનગર ખાતે પહેલી વખત ૨૬ જાન્યુઆરીએ નવી દિલ્હીના કર્તવ્ય પથ પર યોજાય છે તેવી પરેડ યોજાઇ હતી. આ પરેડની સલામી ઝીલી જનતાને સંબોધન બાદ મોડી સાંજે વડાપ્રધાન કેવડિયાથી વડોદરા એરપોર્ટ પહોંચી નવી દિલ્હી જવાના રવાના થયા હતા. વડાપ્રધાન મોદીના બે દિવસના પ્રવાસને લઇને વિતેલા સપ્તાહમાં વહીવટી તંત્ર રોકાયેલું હતું. એ અગાઉ વિવિધ વરિષ્ઠ અધિકારીઓ વાઇબ્રન્ટ સમિટને લઇને વિદેશ અને રાજ્યોના પ્રવાસે હતા, આમાંથી મોટાભાગના પરત આવ્યા છે અને હવે દિવાળીના તહેવારોને ગણતરીના દિવસોબાકી છે ત્યારે સચિવાલયમાં વધારે તેજ બની છે. હાલ સાતથી આઠ જેટલા મહત્ત્વના સિનિયર અધિકારીઓ પાસે વધારાના ચાર્જ છે એ જ રીતે કેટલાક કલેક્ટર પણ અન્ય જિલ્લાના ચાર્જ સંભાળી રહ્યા છે ત્યારે ગમે ત્યારે બદલીઓના આદેશો સાથે કેટલાક પ્રમોશનના ઓર્ડરની શક્યતા જોવાઇ રહી છે.
(10:45 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
