<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th November 2026

કાખમાં શિશુને લઈને ઓસ્‍ટ્રેલિયાની પાર્લામેન્‍ટમાં હિજાબ પહેરીને સ્‍પીચ

ઓસ્‍ટ્રેલિયાનાં સેનેટર ફાતિમા પેમેન તેમની નાની દીકરીને કાખમાં ઊંચકીને સંસદની કાર્યવાહીમાં સામેલ થયા હોય એવો વિડિયો વાઇરલઃ સ્‍પીચ થકી છવાઇ ગયા

સીડની તા.૨૬: ઓસ્‍ટ્રેલિયાનાં સેનેટર ફાતિમા પેમેન તેમની નાની દીકરીને કાખમાં ઊંચકીને સંસદની કાર્યવાહીમાં સામેલ થયા હોય એવો વિડિયો વાઇરલ થયો છે. કાબુલથી રેફયુજી બનીને ઓસ્‍ટ્રેલિયા આવેલાં ફાતિમાએ નવા દેશમાં આવ્‍યા પછી પણ પોતાનો પરિવેશ બદલ્‍યો નથી. અપક્ષ સેનેટર ફાતિમાનું કહેવું છે કે મા બનવાનું જરાય આસાન નથી અને મારું કામ છે દેશની સંસદ થકી વર્કિંગ વિમેનની મુશ્‍કેલીઓને સરકારના કાન સુધી પહોંચાડવાનું.

પાર્લમેન્ટમાં ડિજિટલ સુરક્ષાને લગતા કાયદાઅો પર ગરમાગરમ ચર્ચા ચાલી રહી હતી ત્યારે ફાતિમા પોતાની વાત રજૂ કરવા માટે ઊભાં થયાં હતાં. ઍ વખતે તેમના હાથમાં દીકરી ઊંચકેલી હતી. દીકરી શાંતિથી ચારેબાજુનો નજારો નિહાળી રહી હતી અને બીજી તરફ ફાતિમાઍ પોતાની વાત પૂરી મક્કમતાથી રજૂ કરી હતી.૩૦ વર્ષનાં ફાતિમાની સંઘર્ષની કહાણી માત્ર સંસદભવનમાં બાળક લાવવા સુધી જ સીમિત નથી. તેમનું જીવન ખરેખર ખૂબ જ સંઘર્ષભયુ* રહ્નાં છે. અફઘાનિસ્તાનના કાબુલમાં જન્મેલાં ફાતિમાનું બાળપણ ખૂબ જ હિસક વાતાવરણમાં વીત્યું હતું. ૮ વર્ષની ઉંમરે રેફયુજી બનીને આ÷સ્ટ્રેલિયા આવ્યા પછી પણ તેમણે જીવનમાં ખૂબ સંઘર્ષ જાયો. તેમના પિતાઍ ટેક્સી ચલાવીને અને સિક્યોરિટી ગાર્ડની નોકરી કરીને પરિવારને પોષ્યો હતો. ૨૦૨૨માં ફાતિમાઍ ઇતિહાસ રચ્યો હતો અને ઓસ્ટ્રેલિયાની સંસદમાં હિજાબ પહેરનારાં પ્રથમ અને સૌથી યુવા સંસદસભ્ય બન્યાં હતાં

(4:11 PM IST)