<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 25th June 2026

SPG ડાયરેક્ટર આલોક શર્માનો કાર્યકાળ લંબાવાયો:હવે 31 માર્ચ 2027 સુધી તેમના પદ પર યથાવત રહેશે

કેબિનેટની નિમણૂક સમિતિએ તેમને સેવાના નિયમોમાં વિશેષ છૂટછાટ આપીને તેમના કાર્યકાળમાં 9 મહિનાનો વધારો મંજૂર કર્યો

નવી દિલ્હી :   કેન્દ્ર સરકાર દ્વારા સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપ (SPG) ના ડાયરેક્ટર આલોક શર્માના કાર્યકાળને લંબાવવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. કેબિનેટની નિમણૂક સમિતિએ તેમને સેવાના નિયમોમાં વિશેષ છૂટછાટ આપીને તેમના કાર્યકાળમાં 9 મહિનાનો વધારો મંજૂર કર્યો છે.

આ વધારા બાદ, આલોક શર્મા હવે 31 માર્ચ 2027 સુધી અથવા સરકાર તરફથી આગામી આદેશ ન આવે ત્યાં સુધી આ પદ પર યથાવત રહેશે. આ ફેરફાર 1 જુલાઈ 2026 થી અમલમાં આવશે. આ સંદર્ભમાં કર્મચારી, જાહેર ફરિયાદ અને પેન્શન મંત્રાલય દ્વારા સત્તાવાર આદેશ જારી કરવામાં આવ્યો છે.

(11:37 AM IST)