<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th April 2026

સ્‍પાઇડરમેનની ફેન દુલ્‍હન

મુંબઇ તા.૨૯: બાળકો સ્‍પાઇડરમેનનાં ફેન હોય એ સમજ્‍યા, પણ પુખ્‍ત થયા પછી પણ આવા હીરોઝ માટે ફેસિનેશન રહે એ નવાઈ જરૂર કહેવાય. સોશ્‍યલ મીડિયા પર ‘ધ તથ્‍ય ન્‍યુઝ' નામના ઇન્‍ટાગ્રામ અકાઉન્‍ટ પર કેટલીક તસવીરો શેર થઈ છે જેમાં એક ટ્રેડિશનલ બ્રાઇડનાં સ્‍પાઇડરમેન સૂટે લોકોનું ધ્‍યાન ખેંચ્‍યું છે. પહેલી નજરે આ તસવીરો આર્ટિફિશ્‍યલ ઇન્‍ટેલિજન્‍સ દ્વારા જનરેટ કરી હોય એવું લાગે છે, કેમ કે એમાં દુલ્‍હનનો ચહેરો સ્‍પાઇડરમેનના માસ્‍ક હેઠળ છુપાયેલો છે. સફેદ રંગની મોટી આંખો છે અને શરીરે જાળાં પણ. જોકે પોસ્‍ટમાં દાવો કરવામાં આવ્‍યો છે કે જયપુરમાં રહેતી મીરા જૈન નામની સ્‍પાઇડરમેનની ફેનનાં લગ્નની આ તસવીરો છે. આ કન્‍યા અજીબોગરીબ સૂટ સાથે મંડપમાં પહોંચે છે ત્‍યારે મહેમાનો પણ ચકિત થઈ જાય છે. કેટલાક મહેમાનો કન્‍ફયુઝ થઈ ગયા હતા કે આ કોનાં લગ્ન છે. સોશ્‍યલ મીડિયા યુઝર્સે આ તસવીરોને દેસી માર્વેલ મોમેન્‍ટ ગણાવી હતી. આ તસવીરોમાં અસલી મીરા જૈનનો ચહેરો પણ દેખાડ્‍યો છે

(10:21 AM IST)