News of Friday, 10th July 2026
પત્નીના નામે શરૂ કરો આ સરકારી બિઝનેસ! પોસ્ટ ઓફિસની સુપરહિટ સ્કીમમાં એકવાર પૈસા રોકો અને દર મહિને ઘરે બેઠા મેળવો ₹૯,૨૫૦ની ફિક્સ કમાણી
સરકારી ગેરન્ટી સાથે રોકાણ પર મળશે બમ્પર વ્યાજ; સિંગલ કે જોઈન્ટ એકાઉન્ટ ખોલાવવાની શાનદાર તક, જાણો કઈ રીતે મેળવશો નિયમિત માસિક આવક

નવી દિલ્હી, તા.૧૦: આજના સમયમાં શેરબજારની વધઘટ અને આર્થિક અનિશ્ચિતતા વચ્ચે જો તમે તમારા મહેનતના નાણાં સુરક્ષિત રાખીને દર મહિને ફિક્સ આવક મેળવવા ઈચ્છતા હોવ, તો ભારતીય પોસ્ટ ઓફિસ (Post Office) તમારા માટે એક ધમાકેદાર સ્કીમ લઈને આવ્યું છે. પોસ્ટ ઓફિસ મંથલી ઈનકમ સ્કીમ (Post Office MIS) અત્યારે દેશભરમાં મધ્યમ વર્ગના પરિવારો માટે રોકાણનો સૌથી લોકપ્રિય અને સુરક્ષિત વિકલ્પ બની રહી છે. આ યોજનાની સૌથી મોટી ખાસિયત એ છે કે આમાં ડૂબવાનું કોઈ જોખમ નથી, કારણ કે આ સ્કીમ પર ભારત સરકાર તરફથી સો ટકા સુરક્ષાની ગેરન્ટી (Zero Risk Saving Scheme) આપવામાં આવે છે.
૭.૪૦ ટકાના જોરદાર વ્યાજ સાથે દર મહિને કમાણી
જો તમે આ યોજનામાં તમારી પત્ની સાથે મળીને સંયુક્ત ખાતું (Joint Account) ખોલાવો છો, તો તમે દર મહિને ફિક્સ રૂપિયા ૯,૨૫૦ની નિયમિત આવક મેળવી શકો છો. અત્યારે સરકાર આ સ્કીમ હેઠળ રોકાણકારોને વાર્ષિક ૭.૪૦ ટકા જેટલું આકર્ષક વ્યાજ ચૂકવી રહી છે. આ સ્કીમનો મેચ્યુરિટી સમયગાળો ૫ વર્ષનો છે અને ૧૮ વર્ષથી વધુ ઉંમરની કોઈ પણ વ્યક્તિ ખૂબ જ સરળતાથી પોતાના નજીકની પોસ્ટ ઓફિસમાં જઈને આ ખાતું ખોલાવી શકે છે.
વન-ટાઇમ ઇન્વેસ્ટમેન્ટ અને જોઈન્ટ એકાઉન્ટના ફાયદા
આ એક 'વન-ટાઇમ ઇન્વેસ્ટમેન્ટ' સ્કીમ છે, એટલે કે તમારે વારંવાર પૈસા જમા કરાવવાની જરૂર નથી, બલ્કે માત્ર એક જ વાર રકમ જમા કરાવીને આગામી પાંચ વર્ષ સુધી દર મહિને વ્યાજની રકમ પેન્શનની જેમ મેળવી શકો છો.
• સિંગલ એકાઉન્ટ: જો તમે એકલાના નામે ખાતું ખોલાવો છો, તો તમે વધુમાં વધુ રૂપિયા ૯ લાખ સુધીનું રોકાણ કરી શકો છો.
• જોઇન્ટ એકાઉન્ટ: જો તમે પત્ની સાથે કે અન્ય કોઈ સભ્ય સાથે મળીને સંયુક્ત ખાતું ખોલાવો છો, તો મહત્તમ રૂપિયા ૧૫ લાખ સુધીનું રોકાણ કરી શકાય છે (જેમાં બંને ભાગીદારોની સમાન હિસ્સેદારી રહેશે).
માત્ર ₹૧,૦૦૦થી કરી શકાય છે શરૂઆત
આ યોજનાની સુંદરતા એ છે કે મોટા ફંડ સિવાય સામાન્ય રોકાણકારો પણ માત્ર રૂપિયા ૧,૦૦૦ જેવી નજીવી રકમથી આ ખાતાની શરૂઆત કરી શકે છે. સંયુક્ત ખાતામાં મહત્તમ ત્રણ પુખ્ત વયની વ્યક્તિઓ એકસાથે જોડાઈ શકે છે. પાંચ વર્ષ પૂર્ણ થતાં જ તમારી મુખ્ય રકમ તમને સુરક્ષિત પાછી મળી જાય છે. આથી, પત્ની કે પરિવારના ભવિષ્યને આર્થિક રીતે સદ્ધર અને સુરક્ષિત બનાવવા માટે આ પોસ્ટ ઓફિસ સ્કીમ બેસ્ટ ઓપ્શન સાબિત થઈ રહી છે.
(5:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
