તા. ૨૧ ઓગષ્ટ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ સુદ – ૯ શુક્રવાર
News of Friday, 17th July 2026
ન્યૂઝીલેન્ડમાં ૫.૯ ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ
તટીય વિસ્તારોમાં સુનામીની ચેતવણીથી ભારે ફફડાટ

આઇલેન્ડ તા.૧૭: ન્યૂઝીલેન્ડના સાઉથ આઇલેન્ડમાં ગુરુવારે સાંજે કુદરતી આફત ત્રાટકી છે, જેના પગલે આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચા છે. તે અનાઉ નજીક ૫.૯ ની તીવ્રતાના ભૂકંપ બાદ મિલફોર્ડ સાઉન્ડ સુધી સુનામીની એલર્ટ જારી કરાતા અફરાતફરી મચી હતી. હાલ પૂરનો ખતરો ટળતા એલર્ટને એડવાઈઝરીમાં ફેરવવામાં આવી છે, પરંતુ દરિયા કિનારે ન જવા વહીવટી તંત્રની સૂચના છે.
આંતરરાષ્ટ્રીય સિસ્મોલોજી વિભાગના સત્તાવાર રિપોર્ટ અનુસાર, ગુરુવારે સાંજે સાઉથ આઇલેન્ડમાં ૫.૯ ની તીવ્રતાનો અત્યંત શક્તિશાળી ભૂકંપ આવતા વહીવટી તંત્રે તટીય વિસ્તારો માટે સુનામીની કટોકટી જાહેર કરી દીધી હતી.
ભૂગર્ભીય પ્લેટોની સતત હલચલ માટે જાણીતા ન્યૂઝીલેન્ડના દક્ષિણ ટાપુ (સાઉથ આઇલેન્ડ) માં ગુરુવારે મોડી સાંજે કુદરતનો પ્રકોપ જોવા મળ્યો છે રિક્ટર સ્કેલ પર ૫.૯ ની વિનાશક તીવ્રતા ધરાવતા આ ભૂકંપના કારણે હજારો ઘરો અને બહુમાળી ઇમારતો ધ્રૂજી ઉઠી હતી. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, આંચકા એટલા પ્રચંડ હતા કે ઘરમાં રાખેલો સામાન નીચે પડી ગયો હતો અને લોકો ગભરાઈને ખુલ્લા મેદાનો તરફ દોડી ગયા હતા.
ભૂકંપ વિજ્ઞાનના નિષ્ણાતોના મતે, આ ભૂકંપનું મુખ્ય કેન્દ્રબિદુ ફિયોર્ડલેન્ડના પ્રવેશદ્વાર તરીકે ઓળખાતા પ્રખ્યાત પ્રવાસી શહેર તે અનાઉ (Te Anau) થી આશરે ૪૦ કિલોમીટર ઉત્તર તરફ નોંધાયું હતું. જમીનની અંદર પ્લેટોના ઘર્ષણના કારણે આ અસાધારણ ધરતીકંપ સર્જાયો હોવાનું પ્રાથમિક તારણ છે.
(3:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
