તા. ૬ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા સુદ -૩, શુક્રવાર
News of Tuesday, 6th October 2026
‘મન લગાવીને ભણો’: બિહારના ઓટો ડ્રાઇવરે પરીક્ષા આપવા જતા વિદ્યાર્થીઓ પાસેથી ભાડું લેવાનો કર્યો ઇનકાર, અભ્યાસ સામગ્રી આપી ભેટ
ઇન્સ્ટાગ્રામ પર ‘બિહારી ઓટોવાલા’ તરીકે જાણીતા ડ્રાઇવરે મફત મુસાફરી અને પેન-પુસ્તકો આપી જીત્યા દિલ; વાયરલ વીડિયોને મળ્યા લાખો લાઈક્સ

પટના : બિહારના પટના શહેરમાં ઇન્સ્ટાગ્રામ પર ‘Bihari auto wala’ તરીકે ઓળખાતા એક દરિયાવદિલ ઓટો ડ્રાઇવરે પરીક્ષા આપવા જતા વિદ્યાર્થીઓ પાસેથી ભાડું લેવાનો સ્પષ્ટ ઇનકાર કરીને અને તેમને અભ્યાસ સામગ્રી ભેટમાં આપીને માનવતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે. પોતાની આ અનોખી સામાજિક સેવા અને પરોપકારી આદત માટે જાણીતા આ ઓટો ડ્રાઇવરનો તાજેતરનો વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થયો છે. વાચકો અને નેટીઝન્સ દ્વારા વિદ્યાર્થીઓના શિક્ષણને પ્રોત્સાહન આપવાના આ અનોખા પ્રયાસને ખૂબ જ બિરદાવવામાં આવી રહ્યો છે.
આ વાયરલ વીડિયોમાં ઓટો ડ્રાઇવર પરીક્ષા કેન્દ્ર તરફ જઈ રહેલા પરીક્ષાર્થીઓને તેમના ગંતવ્ય સ્થાન સુધી પહોંચાડીને તેમની પાસેથી મુસાફરીનું ભાડું સ્વીકારવાની ના પાડી દે છે. માત્ર એટલું જ નહીં, પરંતુ તે વિદ્યાર્થીઓને અભ્યાસમાં મદદરૂપ થાય તે માટે પોતાની તરફથી પેન, નોટબુક અને અન્ય અભ્યાસ સામગ્રી પણ ભેટ સ્વરૂપે આપે છે. વિદ્યાર્થીઓના સપનાઓને સાકાર કરવા માટે આર્થિક મદદરૂપ થવાનો તેનો આ સરળ અને નિઃસ્વાર્થ અભિગમ લાખો લોકોના દિલ સ્પર્શી ગયો છે.
પોતાના આ સુંદર કાર્ય પાછળનો હેતુ સ્પષ્ટ કરતાં ઓટો ડ્રાઇવરે વીડિયોમાં વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરતા જણાવ્યું હતું કે, "અમે વિદ્યાર્થીઓ પાસેથી ક્યારેય પૈસા લેતા નથી. અમારો હેતુ માત્ર મદદ કરવાનો અને યુવાનોને શિક્ષણ તરફ આગળ ધપાવવાનો છે. આ મારી તરફથી એક નાની ભેટ છે, બસ તમે મન લગાવીને અભ્યાસ કરો અને જીવનમાં આગળ વધો, કારણ કે સારા જીવન અને માનવતાનો કોઈ ધર્મ નથી હોતો."
આ દરિયાદિલ ડ્રાઇવરના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરવામાં આવેલી આ પોસ્ટને અત્યાર સુધીમાં ૧.૪ મિલિયનથી પણ વધુ લાઇક્સ અને ૧૦ હજારથી વધુ પ્રોત્સાહક કોમેન્ટ્સ મળી ચૂકી છે. સોશિયલ મીડિયા યુઝર્સ તેના વિચાર અને ભાવનાની મુક્તકંઠે પ્રશંસા કરી રહ્યા છે. કેટલાક યુઝર્સે કોમેન્ટ કરીને તેને આર્થિક રીતે સપોર્ટ કરવાની ઈચ્છા પણ વ્યક્ત કરી છે, જ્યારે કેટલાકે તેને સમાજ માટે પ્રેરણાસ્રોત ગણાવ્યો છે.
આ ઓટો ડ્રાઇવર પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ દ્વારા સતત એવા વીડિયો રજૂ કરે છે જે સમાજસેવા, જરૂરિયાતમંદોને મદદ અને શિક્ષણના મહત્વને દર્શાવે છે. નિયમિતપણે ગરીબ અને વિદ્યાર્થી વર્ગને મુસાફરીમાં રાહત આપવાના કારણે તે સ્થાનિક સ્તરે અને ઓનલાઈન પ્લેટફોર્મ પર ખૂબ જ લોકપ્રિય બન્યો છે અને અનેક લોકો માટે આશાનું કિરણ સાબિત થયો છે.
શિક્ષણને પ્રાધાન્ય આપતી અને સામાજિક જવાબદારીનો સંદેશ આપતી આ વાયરલ ઘટના એ વાત સાબિત કરે છે કે સમાજમાં સકારાત્મક બદલાવ લાવવા માટે મોટી સંપત્તિ નહીં પરંતુ ઉમદા અને ઉદાર મનની જરૂર હોય છે. આ ઘટના બાદ હવે વધુ લોકો પણ વિદ્યાર્થીઓને મદદ કરવા અને આવા સામાજિક કાર્યોમાં પોતાનું યોગદાન આપવા માટે પ્રેરિત થઈ રહ્યા છે.
(6:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
