<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th November 2026

સ્‍ટાઈલ મેં રહેને કા બાબૂ! ખિસ્‍સામાં હાથ અને કાળા ચશ્‍મા લગાવેલા બાળકના વીડિયોને મળ્‍યા ૧૩૭ મિલિયન વ્‍યૂઝઃ વાયરલ થતાં લોટરી લાગી

વીડિયોએ અપાવી જિંદગી બદલનારી ગિફટઃ તેની અદાએ સોશિયલ મીડિયા યુઝર્સનું ધ્‍યાન ખેંચ્‍યું

યવતમાલ,તા.૨૦: સોશિયલ મીડિયા પર તમને દરરોજ નાના બાળકોના અઢળક વીડિયો જોવા મળતા હશે. ક્‍યારેક તેમની માસૂમિયત હૃદયને સ્‍પર્શી જાય છે તો ક્‍યારેક તેમની ઉટપટાંગ હરકત આપણને હસાવી દેતી હોય છે. મહારાષ્ટ્રના બે વર્ષના એક બાળકે કંઈ પણ કર્યા વિના વટ પાડી દીધો છે, ઈન્‍ટરનેટ પર લોકો તેની સ્‍ટાઈલના ફેન થઈ ગયા છે. નવા સ્‍કૂટરની સામે ચશ્‍મા લગાવીને ખિસ્‍સામાં હાથ નાખી તેણે એવો પોઝ આપ્‍યો છે કે જોતજોતામાં વીડિયોમાં ૧૩૭ મિલિયન વ્‍યૂઝ આવી ગયા. જો કે આ વાયરલ વીડિયોથી બાળકને ખાલી ઓળખ જ નથી મળી પણ તેના ભવિષ્‍યને લઈ એક મોટી ગિફટ પણ મળી છે. જેની આશા કદાચ કોઈને નહોતી.

મહારાષ્ટ્રના યવતમાલમાં રહેતા બે વર્ષના રુદ્રાંશ સિહ ઠાકુર ૯ નવેમ્‍બરના રોજ પોતાના માતા-પિતા અને મોટી બહેન સાથે હોન્‍ડા શોરૂમ પહોંચ્‍યા હતા. પરિવારે અહીં નવું હોન્‍ડા એક્‍ટિવા છોડાવ્‍યું હતું. આ દરમ્‍યાન રુદ્રાંશનો એક વીડિયો બનાવ્‍યો. વીડિયોમાં રુદ્રાંશે આંખો પર કાળા ચશ્‍મા લગાવેલા છે. તે બંને હાથ ખિસ્‍સામાં નાખીને સ્‍ટાઈલથી સ્‍કૂટરની આગળ પોઝ આપતો દેખાય છે. તેની આ અદાએ સોશિયલ મીડિયા યુઝર્સનું ધ્‍યાન ખેંચ્‍યું છે. જોતજોતામાં આ વીડિયો ઈન્‍સ્‍ટાગ્રામ પર વાયરલ થઈ ગયો. વીડિયોને અત્‍યાર સુધીમાં ૧૩૭ મિલિયન એટલે કે ૧૩.૭ કરોડથી વધારે વખત જોવાઈ ચુક્‍યો છે. વળી તેના પર ૬૮ હજારથી વધારે કોમેન્‍ટો આવી ચુકી છે.

રુદ્રાંશનો આ વીડિયો તે હોન્‍ડા શોરૂમના માલિક દિલીપ બોબડે પાટિલ સુધી પહોંચ્‍યો હતો. જ્‍યાંથી પરિવારે સ્‍કૂટર ખરીદ્યું હતું. આ સાઈ પોઈન્‍ટ હોન્‍ડાના માલિક છે. રુદ્રાંશની લોકપ્રિયતા જોઈ તેમણે બાળક અને તેમના પરિવારને શોરૂમમાં બોલાવ્‍યા. અહીં તેમણે એક જાહેરાત કરી, જેને સાંભળી બધા ખુશ થઈ ગયા. તેમણે વચન આપ્‍યું કે, રુદ્રાંશનું ધ્‍ઞ્‍-૧થી લઈને ગ્રેજ્‍યુએશન સુધીનો અભ્‍યાસનો ખર્ચો આ શોરૂમના માલિક ઉઠાવશે.

સોશિયલ મીડિયા પર આ ખબર શેર કરનારા યશ ચિચોલકરે આ પહેલના વખાણ કર્યા. તેમણે તેને એવી ગિફટ ગણાવી, જે બાળકના ભવિષ્‍યને સારું બનાવવામાં મદદ કરશે. રુદ્રાંશની માએ પણ તેના પર ખુશી વ્‍યક્‍ત કરી. તેમણે કહ્યું કે, આ જોઈને ખૂબ જ સારું લાગી રહ્યું છે કે લોકો તેમના દીકરાને આટલો પ્રેમ આપી રહ્યા છે અને તેના ભવિષ્‍ય માટે આગળ આવી રહ્યા છે.

રુદ્રાંશનો સ્‍ટાઈલિશ પોઝ અને ચહેરાના એક્‍સપ્રેશન જોઈ સોશિયલ મીડિયા યુઝર્સ તેને ‘ખ્‍યર્શ્વી ધ્‍શફુ' કહી રહ્યા છે. વીડિયો પર લોકો અલગ અલગ મજેદાર કોમેન્‍ટ કરી રહ્યા છે. અમુક યુઝર્સે તેના અંદાજને છોટા ડોન જેવું ગણાવ્‍યું, તો અમુક મજાકમાં તેને હોન્‍ડાનો નવો ચેરમેન પણ કહી દીધો.

(10:17 AM IST)