News of Monday, 11th May 2026
ઉનાળુ પ્રવાસ ખૂબ મોંઘો થશે: એરલાઇન્સ કંપનીઓએ તોતિંગ વધારો ઝીક્યો:અમદાવાદથી વિવિધ પ્રવાસન સ્થળોના હવાઈ ભાડા આસમાને
દિલ્હી, ગોવા, મુંબઈ, જયપુર જેવા શહેરો માટેની ફ્લાઈટના ભાડા વધી ગયા :એરલાઇન્સ કંપનીઓએ પોતાના ભાડામાં 4 થી 5 ગણો ધરખમ વધારો કરી દીધો

અમદાવાદથી ઉનાળુ વેકેશનમાં બહાર જનારી ફેમિલીઓએ આ વખતે પ્રવાસ ખૂબ જ મોંઘો સાબિત થવાનો છે. ઉનાળા વેકેશનમાં મુસાફરોના ભારે ધસારાના લીધે અમદાવાદથી વિવિધ પ્રવાસન સ્થળોના હવાઈ ભાડા આસમાને પહોંચી ગયા છે. વેકેશન શરૂ થતાની સાથે જ વિમાનના ભાડામાં તોતિંગ વધારો જોવા મળી રહ્યો છે. એરલાઇન્સ કંપનીઓએ પોતાના ભાડામાં 4 થી 5 ગણો ધરખમ વધારો કરી દીધો છે.
ઉનાળું વેકેશમાં બહાર ફરવા જતા મુસાફરોના ખિસ્સા પર બોજો વધી જવા પામશે, દિલ્હી, ગોવા, મુંબઈ, જયપુર જેવા શહેરો માટેની ફ્લાઈટના ભાડા વધી ગયા છે. સામાન્ય દિવસોની સરખામણીમાં આ વખતે ભાડું ડબલ થયું છે. જેમાં દિલ્હીનું રુ. 28363, મુંબઈનું રુ. 46787, વારાણસીનું રુ.49846, જયપુરનું રુપિયા 50242 અને ગોવાનું રુપિયા 43 હજારથી વધુનું રુપિયાનું ઉંચુ ભાડુ થઈ જવા પામ્યું છે. એરલાઈન્સ કંપનીઓના જંગી ભાવ વધારાને પગલે મિડલ ક્લાસ ફેમિલીઓ માટે હવાઈ મુસાફરી સ્વપ્ન સમાન બની છે.
વેકેશનમાં પરિવાર સાથે ફરવા જવા માંગતા મુસાફરોનું બજેટ ખોરવાઈ જવા પામ્યુ છે.રોજિંદા દિવસોની સરખામણીમાં ઉનાળુ વેકેશનમાં ફ્લાઈચ ભાડુ વધી જતા મુસાફરોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.ગોવા અને દિલ્હી જેવા શહેરો માટે પણ મુસાફરોએ અનેકગણા વધુ પૈસાની ચૂકવણી કરવી પડી રહી છે. ફ્લાઈટમાં ભાડું વધી જવાથી લોકો હવે બસ અને ટ્રેન જેવો અન્ય વિકલ્પ શોધી રહ્યા છે
(1:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
