<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 14th September 2026

આવતા વર્ષે ચીનમાં શિખર સંમેલન

ચીને ભારત પાસેથી બ્રિક્‍સનું પ્રમુખપદ મેળવ્‍યું

નવી દિલ્‍હી તા.૧૪: દિલ્‍હીમાં યોજાયેલા અઢારમા બ્રિક્‍સ શિખર સંમેલન વખતે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિગે ભારત પાસેથી વારાફરતી મળતું પ્રમુખપદ સંભાળ્‍યું હતું. હવે ચીન ૨૦૨૭માં ઓગણીસમા બ્રિક્‍સ શિખર સંમેલનનું યજમાનપદ સંભાળશે. ૭ વર્ષમાં જિનપિગની ભારતની આ પ્રથમ મુલાકાત હતી. ૨૦૨૦માં ગલવાનમાં થયેલી અથડામણ પછી પણ આ તેમની પ્રથમ મુલાકાત હતી. પોતાના સંબોધનમાં તેમણે મધ્‍યપૂર્વના યુદ્ધને કારણે થતા નુકસાન વિશે ચેતવણી આપી હતી.

પヘમિ એશિયા અને ગલ્‍ફ ક્ષેત્રની પરિસ્‍થિતિમાં સતત બદલાવ આવી રહ્યો છે ત્‍યારે શી જિનપિગે કહ્યું હતું કે ‘પヘમિ એશિયા અને ગલ્‍ફ ક્ષેત્રમાં ચાલી રહેલા યુદ્ધને કારણે લોકોને ભારે નુકસાન થયું છે અને એ આંતરરાષ્ટ્રીય સમુદાયનાં સામૂહિક હિતોને અનુરૂપ નથી. ચીન આ ક્ષેત્રમાં શાંતિ અને સ્‍થિરતા સ્‍થાપિત કરવામાં યોગદાન આપવા માટે અન્‍ય બ્રિક્‍સ સભ્‍યો સાથે મળીને કામ કરવા તૈયાર છે.'

(9:58 AM IST)