News of Saturday, 16th May 2026
પીએમની અપીલને સમર્થન :રૂ 11 કરોડની મોટી ચેઈનો-વીંટીઓ પહેરવાનું છોડી દેશે ગોલ્ડ મેન:પ્રેમસિંહે કહ્યું- દેશહિત સર્વોપરી
બિહારના પ્રેમ સિંહે કહ્યું કે 'દેશહિત સર્વોપરી' છે અને જો દેશ આર્થિક સંકટમાં આવેલ હોય તો તે પોતાનું તમામ સોનું સરકારને દાન આપી દેવાની પણ તૈયારી દર્શાવી

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશવાસીઓને સોનાની ઓછી ખરીદી કરવા તથા બિનજરૂરી ખર્ચ નહીં કરવા જે અપીલ કરી છે તે હવે ધીમે ધીમે રંગ લાવી રહી છે. દેશભરમાંથી સતત લોકો પીએમની અપીલનું પાલન કરતાં જોવા મળી રહ્યા છે.
આ દરમિયાન સમગ્ર દેશમાં ખૂબ જ જાણીતા ગોલ્ડ મેન તરીકે જાણીતા પ્રેમ સિંહે પણ વડાપ્રધાનની અપીલને સમર્થન આપી આગામી એક વર્ષ સુધી સોનું નહીં ખરીદવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત તેઓ જે રૂપિયા 11 કરોડની કિંમતના મોટી ચેઈન તથા વીટીઓ પહેરે છે તે પણ પહેરવાની બંધ કરવાની જાહેરાત કરી છે. બિહારના પ્રેમ સિંહે કહ્યું કે 'દેશહિત સર્વોપરી' છે અને જો દેશ આર્થિક સંકટમાં આવેલ હોય તો તે પોતાનું તમામ સોનું સરકારને દાન આપી દેવાની પણ તૈયારી દર્શાવી છે.
બિહારમાં ગોલ્ડમેન નામથી જાણીતા પ્રેમ સિંહ હંમેશા મોટા પ્રમાણમાં સોનું પહેરવાને લઈ ચર્ચામાં રહે છે. તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની અપીલને સંપૂર્ણ સમર્થન આપે છે.
આ સાથે તેમણે એમ પણ કહ્યું કે જો દેશનું અર્થતંત્ર મજબૂત થાય છે તો હું એક વર્ષ તો શું હંમેશને માટે સોનું પહેરવાનું છોડી દઈશ.
પ્રેમ સિંહ એવી પણ માહિતી આપી હતી કે તેમણે તાજેતરમાં જ આશરે રૂપિયા 36 લાખની નવી સોનાની ચેઈન ખરીદી હતી.
તેઓ શરીર પર આશરે રૂપિયા 10થી રૂપિયા 11 કરોડની કિંમતનું સોનું પહેરે છે, જેમાં અનેક મોટી ચેઈન, વીટીઓ, બ્રેસલેટ અને ભગવાન હનુમાનનું લોકેટનો સમાવેશ થાય છે.
પ્રેમ સિંહનું કહેવું છે કે સોનાની કિંમતોમાં સતત વધારો થઈ રહ્યો છે તેની પણ અસર થઈ રહી છે. જોકે તેમણે કહ્યું કે તેઓ લાંબા સમયથી પોતાની કમાણીનો મોટો હિસ્સો સોનામાં રોકાણ કરે છે.
'Gold Man' પ્રેમ સિંહે સામાન્ય પ્રજાજનોને દેશહિતમાં વડાપ્રધાનની અપીલ માનવાની વાત કરી હતી. તેમણે કહ્યું કે જ્યારે દેશ આર્થિક મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યો હોય ત્યારે દરેક નાગરિકની જવાબદારી વધી જાય છે.
રૂપિયા 11 કરોડના સોનું પહેરનાર વ્યક્તિ આ નિર્ણય બાદ સોશિયલ મીડિયા પર પણ ચર્ચા તેજ થઈ ગઈ છે. લોકો તેને દેશભક્તિ તથા વડાપ્રધાનની અપીલની અસર સાથે જોડી જોઈ રહ્યા છે.સોશિયલ મીડિયા પર Gold Manના પ્રશંસા કરી રહ્યા છે.
(12:41 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
