<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 26th October 2026

સુપ્રીમ કોર્ટે યુપી સરકારને એક વ્યક્તિને 6 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો નિર્દેશ આપ્યો

હત્યા અને અપહરણના કેસમાં છ વર્ષની સજા ફટકારાઈ ,છતાં તેની વિરુદ્ધ કોઈ પુરાવા નહોતા. સુપ્રીમ કોર્ટે કહ્યું કે એક બનાવટી વાર્તાને કારણે તેના જીવનના છ વર્ષ વેડફાયા

 સુપ્રીમ કોર્ટે યુપી સરકારને એક વ્યક્તિને 6 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો નિર્દેશ આપ્યો છે જેને હત્યા અને અપહરણના કેસમાં છ વર્ષની સજા ફટકારવામાં આવી હતી, છતાં તેની વિરુદ્ધ કોઈ પુરાવા નહોતા. સુપ્રીમ કોર્ટે કહ્યું કે એક બનાવટી વાર્તાને કારણે તેના જીવનના છ વર્ષ વેડફાયા. સુપ્રીમ કોર્ટે એવી પણ ટિપ્પણી કરી હતી કે યુપી પોલીસ મૂળભૂત તપાસ પણ કરવામાં નિષ્ફળ રહી. સુપ્રીમ કોર્ટે યુપી પોલીસને તેના અધિકારીઓને તપાસ પ્રક્રિયા અંગે તાલીમ આપવાનો નિર્દેશ આપ્યો. વધુમાં, સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો કે આ આદેશની એક નકલ પોલીસ મહાનિર્દેશક (ડીજીપી) ને મોકલવામાં આવે.

(7:07 PM IST)