<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 1st October 2026

ટીએમસીને સુપ્રીમ કોર્ટનો ઝટકોઃ ચાર બેંક ખાતા ફ્રીઝ કરવાના મામલામાં કોઈ રાહત નહીં

કોલકાતા હાઈકોર્ટના આદેશમાં દખલ કરવાનો સુપ્રીમ કોર્ટનો ઇનકારઃ કેસની સુનાવણી ઝડપી બનાવવા અપીલ

નવી દિલ્‍હી, તા.૧: પヘમિ બંગાળના મુખ્‍યમંત્રી મમતા બેનર્જીના નેતળત્‍વ હેઠળની ટીએમસીને સુપ્રીમ કોર્ટ તરફથી મોટો ઝટકો મળ્‍યો છે. ચાર બેંક ખાતા ફ્રીઝ કરવાના મામલામાં ટીએમસીને કોઈ રાહત મળી નથી અને સુપ્રીમ કોર્ટે કોલકાતા હાઈકોર્ટના આદેશમાં દખલ કરવાનો સ્‍પષ્ટ ઇનકાર કરી દીધો છે.

ન્‍યાયાધીશ એમ.એમ. સુંદરેશ અને બી. વરાલેની બેન્‍ચે આ ખાતાઓના સંચાલન પર પક્ષને વચગાળાની રાહત ન આપવાના કોલકાતા હાઈકોર્ટના આદેશ સામેની અરજી પર સુનાવણી હાથ ધરી હતી. સુપ્રીમ કોર્ટે જણાવ્‍યું હતું કે આ મામલે મુખ્‍ય અરજી હજુ પણ કોલકાતા હાઈકોર્ટમાં પેન્‍ડિંગ છે, તેથી બંધારણની કલમ ૧૩૬ હેઠળ તેના વિશેષ અધિકારક્ષેત્રનો ઉપયોગ કરવામાં આવશે નહીં. જો કે, કોર્ટે કોલકાતા હાઈકોર્ટને કેસની સુનાવણી ઝડપી બનાવવા માટે વિનંતી કરી છે.

આ કેસમાં ઈન્‍ડિયન બેંકની હરીશ મુખર્જી રોડ શાખામાં આવેલા તળણમૂલ કોંગ્રેસના ચાર બેંક ખાતાઓનો સમાવેશ થાય છે. પヘમિ બંગાળ પોલીસ દ્વારા દાખલ કરાયેલા ફોજદારી કેસની તપાસ દરમિયાન આ ખાતાઓ ડેબિટ-ફ્રોઝન કરવામાં આવ્‍યા છે.

ટીએમસીનું પ્રતિનિધિત્‍વ કરતા વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવીએ કોર્ટમાં રજૂઆત કરી હતી કે ખાતાઓ ફ્રીઝ થવાથી પાર્ટીના રોજિંદા કામકાજ પર ગંભીર અસર પડી રહી છે. તેમણે દલીલ કરી હતી કે પાર્ટીના ઓડિટેડ ખાતાઓ મુજબ માત્ર દૈનિક કામગીરી માટે જ દર મહિને ઓછામાં ઓછા રૂ.૧૨.૧૫ કરોડની જરૂર પડે છે, જેમાં રાજકીય પ્રવળત્તિઓ, પેટાચૂંટણીઓ અને કાનૂની ખર્ચ સામેલ નથી. સિંઘવીએ દલીલ કરી હતી કે જો શાસક પક્ષ વિરોધ પક્ષમાં હોય તેવા રાજ્‍યની પોલીસ તેના તમામ ખાતાઓ ફ્રીઝ કરે છે, તો તે રાજકીય પ્રવળત્તિઓ પર અંકુશ લગાવવાનો માર્ગ ખોલશે. પヘમિ બંગાળ સરકાર તરફથી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ મમતા બેનર્જીની અરજીનો સખત વિરોધ કર્યો હતો. તેમણે જણાવ્‍યું કે આ કેસ એક અલગ એફઆઈઆર સાથે સંબંધિત છે અને તેમાં પક્ષની અંદરના આંતરિક વિવાદનો પણ સમાવેશ થાય છે. મહેતાએ કોર્ટને જણાવ્‍યું કે એક જૂથ વાસ્‍તવિક તળણમૂલ કોંગ્રેસ હોવાનો દાવો કરી રહ્યું છે અને સુપ્રીમ કોર્ટે આ મુદ્દો અગાઉથી જ ચૂંટણી પંચ પર છોડી દીધો છે. રાજ્‍યએ એવો પણ ગંભીર આરોપ મૂકયો છે કે પક્ષના એક જૂથ સાથે સંકળાયેલા અંગત સહાયકે ખાતાઓમાં અંદાજે રૂ.૩૫ કરોડ રોકડા જમા કરાવ્‍યા હતા. ઉપરાંત, સરકારી જમીનને ખાનગી જમીનમાં રૂપાંતરિત કરવા અને વેચાણ સંબંધિત આરોપોની પણ તપાસ ચાલી રહી છે.

(3:23 PM IST)