News of Saturday, 5th September 2026
પેટ્રોલમાં ઇથેનોલનું ચોક્કસ પ્રમાણ જાહેર કરવાની માગને સર્વોચ્ચ અદાલતનો ઇનકારઃ અરજદારને વડી અદાલતનો વિકલ્પ
પેટ્રોલપંપ અને ખરીદીની રસીદ ઉપર મિશ્રણની ટકાવારી લખવાની અરજી ફગાવાઈઃ ગ્રાહકના જાણવાના અધિકારનો મુદ્દો ઉઠ્યો

નવી દિલ્હી: સર્વોચ્ચ અદાલતે ઇથેનોલના ચોક્કસ પ્રમાણની ફરજિયાત જાહેરાત માગતી અરજી સ્વીકારવાનો ઇનકાર કર્યો છે.
દેશભરના પેટ્રોલપંપ ઉપર વેચાતા પેટ્રોલમાં કેટલા ટકા ઇથેનોલ ભેળવાયું છે તેની ચોક્કસ અને એકસરખી જાહેરાત કરવાની માગ કરતી જાહેર હિતની અરજી ન્યાયમૂર્તિ એમ. એમ. સુંદરેશ અને ન્યાયમૂર્તિ પી. બી. વરાલેની ખંડપીઠે ફગાવી દીધી છે. અરજદાર નરેન્દ્રકુમાર ગોસ્વામીને સંબંધિત વડી અદાલત સમક્ષ રજૂઆત કરવાની છૂટ આપવામાં આવી છે.
અરજીમાં પેટ્રોલપંપના ડિસ્પ્લે અને ખરીદીની રસીદ ઉપર ઇથેનોલનું પ્રમાણ લખવું ફરજિયાત બનાવવાની માગ હતી. અરજદારે વાહનમાલિકોના જાણવાના અધિકાર અને વિવિધ વાહનોમાં ઇથેનોલ મિશ્રિત ઇંધણની યોગ્યતા અંગે પ્રશ્નો ઉઠાવ્યા હતા. અદાલતે ઇથેનોલ મિશ્રણની નીતિની યોગ્યતા અંગે કોઈ અંતિમ ચુકાદો આપ્યો નથી
(9:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
