<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 11th September 2026

સુપ્રીમ કોર્ટે કિશોરીઓમાં સર્વાઇકલ કેન્સર રોકવાના રાષ્ટ્રવ્યાપી એચપીવી રસીકરણને પડકારતી જનહિત અરજી પર સુનાવણી કરવાનો ઇન્કાર કર્યો

કોર્ટે સ્પષ્ટતા કરી કે અયોગ્ય રસીકરણના કિસ્સામાં સામાન્ય વળતરના નિયમો હેઠળ કાર્યવાહી થઈ શકે પરંતુ આવા મહત્વપૂર્ણ આરોગ્ય અભિયાન સામેના અયોગ્ય પ્રયાસો સાંખી લેવામાં આવશે નહીં.

નવી દિલ્હી :સુપ્રીમ કોર્ટે કિશોરીઓમાં સર્વાઇકલ કેન્સર રોકવાના રાષ્ટ્રવ્યાપી એચપીવી રસીકરણ અભિયાનને પડકારતી જનહિત અરજી પર સુનાવણી કરવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો છે. મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતની આગેવાની હેઠળની બેન્ચે આકરા શબ્દોમાં ટિપ્પણી કરી હતી કે લાખો દીકરીઓના સ્વાસ્થ્ય સાથે જોડાયેલા આ અભિયાનને પાટા પરથી ઉતારવા માટે આ અરજી પાછળ કોઈ ગુપ્ત હેતુ રહેલો છે. કોર્ટે સ્પષ્ટતા કરી કે અયોગ્ય રસીકરણના કિસ્સામાં સામાન્ય વળતરના નિયમો હેઠળ કાર્યવાહી થઈ શકે છે, પરંતુ આવા મહત્વપૂર્ણ આરોગ્ય અભિયાન સામેના અયોગ્ય પ્રયાસો સાંખી લેવામાં આવશે નહીં.

(1:05 AM IST)