News of Tuesday, 21st April 2026
એક્ટિવ રોકાણકારોની સંખ્યામાં સુરત દેશમાં મોખરેઃ અમદાવાદ બીજા ક્રમે
મુંબઈ સબર્બન અને બેંગલુરુ પછી ટર્નઓવરની દ્રષ્ટિએ અમદાવાદ દેશનું ત્રીજું સૌથી મોટું રિટેલ ટ્રેડિંગ સેન્ટર બન્યું

અમદાવાદ,તા.૨૧: વેપાર અને શેરબજાર ગુજરાતીઓની ઓળખ છે. NSE ના તાજેતરના અહેવાલ મુજબ, છેલ્લા એક દાયકામાં ગુજરાતના વ્યક્તિગત રોકાણકારોનું ઇક્વિટી ટર્નઓવર લગભગ છ ગણું વધી ગયું છે, જ્યારે રાજ્યમાં એક્ટિવ ઇક્વિટી રોકાણકારોની સંખ્યામાં આઠ ગણો વધારો થયો છે.
રિટેલ રોકાણકારોની ભાગીદારી પર નજર રાખતા આ અહેવાલમાં જણાવાયું છે કે, એક્ટિવ રોકાણકારોની સંખ્યા અને તેમના ટર્નઓવરમાં વૃદ્ધિ દરની દ્રષ્ટિએ સુરત જિલ્લો સમગ્ર ભારતમાં પ્રથમ ક્રમે રહ્યો છે. જ્યારે એક્ટિવ રોકાણકારોની બાબતમાં અમદાવાદ જિલ્લો બીજા ક્રમે અને ટર્નઓવરમાં ત્રીજા ક્રમે રહ્યો છે.
NSE ના ડેટા મુજબ, નાણાકીય વર્ષ ૨૦૧૬ ના અંતે ગુજરાતમાં ૬.૧ લાખ એક્ટિવ રોકાણકારો હતા, જે નાણાકીય વર્ષ ૨૦૨૬ ના અંત સુધીમાં વધીને ૪૬.૧ લાખ થઈ ગયા છે. અહેવાલ મુજબ, ગુજરાતમાં એક્ટિવ રોકાણકારોનું ઇક્વિટી ટર્નઓવર જ્ળ્૧૬ માં રૂ. ૩.૫ લાખ કરોડ હતું, જે જ્ળ્૨૬ માં વધીને રૂ. ૧૮.૫ લાખ કરોડ થયું છે. જે રાજ્યમાં રિટેલ ટ્રેડિગ પ્રવૃત્તિમાં આવેલો તીવ્ર ઉછાળો દર્શાવે છે.
મુંબઈ સબર્બન અને બેંગલુરુ પછી ટર્નઓવરની દ્રષ્ટિએ અમદાવાદ દેશનું ત્રીજું સૌથી મોટું રિટેલ ટ્રેડિગ સેન્ટર બન્યું હતું. અમદાવાદનું ટર્નઓવર જ્ળ્૧૬ માં રૂ. ૧.૩ લાખ કરોડ હતું જે વધીને જ્ળ્૨૬ માં રૂ. ૬.૧ લાખ કરોડ થયું હતું. દેશમાં સ્ટોક ટ્રેડિગ પ્રવૃત્તિમાં સૌથી ઝડપી વૃદ્ધિ સુરતમાં જોવા મળી હતી. સુરતનું ટર્નઓવર જ્ળ્૨૬ માં રૂ. ૩.૩ લાખ કરોડને વટાવી ગયું હતું. સુરતમાં એક્ટિવ રોકાણકારોની સંખ્યામાં ૧૧ ગણો વધારો થયો હતો. FY26 માં ૭.૬ લાખ રોકાણકારો નોંધાયા હતા.
શેરબજારના નિષ્ણાતો માને છે કે આ ઉછાળો ઘરગથ્થુ બચતમાં આવેલા માળખાગત ફેરફાર અને ડિજિટલ પ્લેટફોર્મને કારણે ઇક્વિટી માર્કેટ સુધી સરળ પહોંચને આભારી છે. સૂત્રોએ જણાવ્યું કે, છેલ્લા દાયકામાં ગુજરાતમાં રિટેલ રોકાણકારોનો વ્યાપ નોંધપાત્ર રીતે વધ્યો છે. હવે માત્ર પરંપરાગત વ્યાપારી પરિવારો જ નહીં, પરંતુ પગારદારો , નાના વેપારીઓ અને પ્રથમ વખત બજારમાં પ્રવેશનારાઓ પણ જોડાઈ રહ્યા છે. પરંપરાગત રોકાણના સાધનો હવે આકર્ષક રહ્યા નથી, તેથી અમદાવાદ અને સુરત જેવા શહેરોમાં ઇક્વિટી રોકાણ હવે મુખ્ય પ્રવાહ બની ગયું છે.
(3:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
