News of Saturday, 5th September 2026
મહારાષ્ટ્રની ભરતી પરીક્ષાઓમાં પેપરલીક અને નકલ ઉપર સર્જિકલ સ્ટ્રાઇકઃ સમગ્ર વ્યવસ્થાની સમીક્ષા માટે ઉચ્ચસ્તરીય સમિતિ રચવામાં આવી
પ્રશ્નપત્રથી પરિણામ સુધી દરેક કડીની તપાસ થશેઃ પચીસ હજાર સુરક્ષિત પરીક્ષાખંડ અને કમ્પ્યુટર આધારિત પરીક્ષાની પણ તૈયારી

મુંબઈ : વધારાના મુખ્ય સચિવ વી. રાધાના અધ્યક્ષપદે રચાયેલી સમિતિ પારદર્શક અને ઉમેદવારમૈત્રી પરીક્ષા પદ્ધતિ સૂચવશે.
મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની અધ્યક્ષતામાં બાર ઓગસ્ટે યોજાયેલી બેઠકના નિર્ણય બાદ સામાન્ય વહીવટ વિભાગે ઠરાવ જાહેર કર્યો છે. સમિતિમાં પોલીસ, માહિતી તકનિક, વિભાગીય વહીવટ અને સુરક્ષા ક્ષેત્રના પ્રતિનિધિઓ રહેશે.
પ્રશ્નપત્ર તૈયાર કરવાથી લઈને છાપકામ, પરિવહન, પરીક્ષાકેન્દ્ર, ઓળખ ચકાસણી, ઇલેક્ટ્રોનિક સાધનોનો દુરુપયોગ અને પરિણામ જાહેર થવા સુધીની પ્રક્રિયા તપાસાશે. સમિતિ વિદ્યાર્થીઓ, ઉમેદવારો અને શૈક્ષણિક સંસ્થાઓના પ્રતિભાવ પણ લેશે. રાજ્યમાં તબક્કાવાર કમ્પ્યુટર આધારિત પરીક્ષાઓ તથા દેખરેખની આધુનિક વ્યવસ્થાવાળા પચીસ હજાર સુરક્ષિત પરીક્ષાખંડ ઊભા કરવાની યોજના ઉપર પણ વિચાર ચાલી રહ્યો છે
(10:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
